સલમાનની આ ૬૦મી વર્ષગાંઠની ઉજવણી ગઈ કાલે રાત્રે તેના પનવેલ ખાતેના ફાર્મહાઉસમાં કરવામાં આવી હોવાની ચર્ચા છે
સલમાન ખાન
આજે સલમાન ખાન ૬૦ વર્ષ પૂરાં કરીને ૬૧મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. સલમાનની આ ૬૦મી વર્ષગાંઠની ઉજવણી ગઈ કાલે રાત્રે તેના પનવેલ ખાતેના ફાર્મહાઉસમાં કરવામાં આવી હોવાની ચર્ચા છે. સલમાને હંમેશાંની જેમ આ વખતે પણ તેના આ ખાસ દિવસની ઉજવણી પરિવારજનો, નજીકના મિત્રો અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કેટલાક પસંદગીના સાથીદારો સાથે કરવાનું પસંદ કર્યું છે.


