યશે સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું કે ફિલ્મ વિશ્વભરનાં થિયેટરોમાં નવી તારીખે રિલીઝ થશે જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે
યશ
ઍક્ટર યશે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેની આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ હવે ૪ જૂને રિલીઝ નહીં થાય. આ ફિલ્મની રિલીઝ બીજી વખત મુલતવી રાખવામાં આવી છે. શરૂઆતમાં આ ફિલ્મ ૧૯ માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ રણવીર સિંહની ‘ધુરંધર: ધ રિવેન્જ’ સાથેના ક્લૅશને કારણે એમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ગઈ કાલે જાહેર કરાયેલા નિવેદનમાં યશે પુષ્ટિ કરી કે હવે ફિલ્મ વિશ્વભરનાં થિયેટરોમાં નવી તારીખે રિલીઝ થશે જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. યશ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ‘કેટલીક ફિલ્મો આપણે બનાવીએ છીએ અને કેટલીક ફિલ્મો આપણને યાદ અપાવે છે કે ‘ફિલ્મનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ હાલમાં ટીમ વૈશ્વિક ડિસ્ટ્રિબ્યુશન અને ભાગીદારીને યોગ્ય રીતે ગોઠવવાનો પ્રયાસ કરી રહી છે અને આ કારણે ફિલ્મ ૪ જૂને નહીં પણ થોડા સમય બાદ વૈશ્વિક સ્તરે યોગ્ય તારીખે રિલીઝ થશે.’
