Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભારેખમ પાઇલિંગ મશીન માથા પર પડ્યું પોલીસ-કૉન્સ્ટેબલે જીવ ગુમાવ્યો

ભારેખમ પાઇલિંગ મશીન માથા પર પડ્યું પોલીસ-કૉન્સ્ટેબલે જીવ ગુમાવ્યો

Published : 30 April, 2026 10:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માનખુર્દમાં ફ્લાયઓવરના કામ માટે મુકાયેલું પાયા ખોદવાનું મશીન અચાનક ધસી પડ્યું

કૉન્સ્ટેબલ સંતોષ ચવાણ અને તેના પર પડેલું પાઇલિંગ મશીન

કૉન્સ્ટેબલ સંતોષ ચવાણ અને તેના પર પડેલું પાઇલિંગ મશીન


માનખુર્દ વિસ્તારમાં ફ્લાયઓવરની એક કન્સ્ટ્રક્શન-સાઇટ પર પાઇલિંગ રિગ (પાયા ખોદવાનું મશીન) અચાનક રસ્તા પર પડી ગયું હતું. ભારેખમ મશીન ત્યાંથી બાઇક પર પસાર થઈ રહેલા પોલીસ-કૉન્સ્ટેબલ પર પડતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે કૉન્ટ્રૅક્ટરની બેદરકારી સામે રોષ ફાટી નીકળ્યો છે.

પોલીસે આપેલી માહિતી મુજબ મંગળવારે રાત્રે નેહરુનગર પોલીસ-સ્ટેશનનો કૉન્સ્ટેબલ સંતોષ ચવાણ બાઇક પર ઘરે જઈ રહ્યો હતો. સાયન-પનવેલ હાઇવે પર માનખુર્દ પાસે ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં અચાનક એક વિશાળ પાઇલિંગ મશીન પલટી ખાઈ ગયું હતું અને કૉન્સ્ટેબલ એની નીચે દબાઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા કૉન્સ્ટેબલને તાત્કાલિક નજીકની હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.



પ્રાથમિક અનુમાન મુજબ મશીન ઢાળ પર રાખવામાં આવ્યું હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. માનખુર્દ પોલીસે આ મામલે કૉન્ટ્રૅક્ટર અને સાઇટ સુપરવાઇઝર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધ્યો છે. તપાસ દરમ્યાન સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવશે.


૧૫ એપ્રિલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં મેટ્રોની કામગીરી દરમ્યાન ક્રેન પલટી જવાનો બનાવ બન્યો હતો અને ફેબ્રુઆરી મહિનામાં મુલુંડ વિસ્તારમાં મેટ્રો લાઇનનો સ્લૅબ પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓએ શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોમાં સુરક્ષા-વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK