તુષાર કપૂરે મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં આવેલી પોતાની એક મોટી કમર્શિયલ પ્રૉપર્ટી જપાનની દિગ્ગજ કંપની એનટીટી ગ્રુપના ભારતીય યુનિટને વેચી દીધી છે. આ હાઈ-વૅલ્યુ ડીલની કિંમત આશરે ૫૫૯ કરોડ રૂપિયા હોવાના રિપોર્ટ છે.
તુષાર કપૂર અને જિતેન્દ્રએ જપાની કંપનીને ૫૫૯ કરોડ રૂપિયામાં વેચી પ્રૉપર્ટી
તુષાર કપૂરે મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં આવેલી પોતાની એક મોટી કમર્શિયલ પ્રૉપર્ટી જપાનની દિગ્ગજ કંપની એનટીટી ગ્રુપના ભારતીય યુનિટને વેચી દીધી છે. આ હાઈ-વૅલ્યુ ડીલની કિંમત આશરે ૫૫૯ કરોડ રૂપિયા હોવાના રિપોર્ટ છે. રજિસ્ટ્રેશન દસ્તાવેજ મુજબ આ સોદો એનટીટી ગ્લોબલ ડેટા સેન્ટર્સ અને તુષાર ઇન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે થયો છે. તુષાર કપૂરની આ કંપનીમાં તેના પિતા અને દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રની કંપની પૅન્થિયોન બિલ્ડકૉન પ્રાઇવેટ લિમિટેડની પણ ભાગીદારી છે. આ પ્રૉપર્ટી ચાંદિવલી વિસ્તારમાં આવેલા બાલાજી IT પાર્કમાં સ્થિત છે અને એનું રજિસ્ટ્રેશન ૯ જાન્યુઆરીએ પૂર્ણ થયું હતું.
આ સોદા હેઠળ જપાની કંપનીએ લગભગ ૩૦,૧૯૫ ચોરસ મીટરમાં ફેલાયેલી વિશાળ કમર્શિયલ જગ્યા ખરીદી છે. એમાં ગ્રાઉન્ડ પ્લસ ૧૦ માળનું DC-10 બિલ્ડિંગ છે જેમાં એક ડેટા-સેન્ટર કાર્યરત છે. આ સિવાય એમાં એક અલગ ૪ માળના ડીઝલ-જનરેટર સ્ટ્રક્ચરનો પણ સમાવેશ થાય છે. આ પ્રૉપર્ટી હાલના સમયમાં ડેટા-સેન્ટર જેવી હાઈ-ડિમાન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૅટેગરીમાં આવે છે જેના કારણે એની કિંમત વધુ વધી ગઈ છે.


