Udit Narayan Kiss female fans in Concert: સિંગરે કહ્યું કે "ચાહકો એટલા દીવાને હોય છે ને. અમે લોકો એવા નથી હોતા, અમે લોકો યોગ્ય છે. કેટલાક લોકો આને પ્રોત્સાહન આપે છે અને આવું કરીને પોતાનો પ્રેમ દર્શાવે છે. આ અંગે મોટો હોબાળો કરીને શું કરવું છે?"
ઉદિત નારાયણ (ફાઇલ તસવીર)
બૉલિવૂડના દિગ્ગજ સિંગર ઉદિત નારાયણ મનોરંજન જગતના ટોચના કલાકારોમાંના એક છે. તેમના ગીતોના લોકો વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે. જોકે હાલમાં તેઓ એક મોટા વિવાદમાં ફસાયા છે. હાલમાં ઉદિત નારાયણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કોન્સર્ટ દરમિયાન મહિલા ફૅન્સને કિસ કરતાં જોવા મળી રહ્યા છે. આ અંગે હવે નવો વિવાદ ઊભો થયો છે, અને લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.
ઉદિત નારાયણે તેમની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણા હિટ ગીતો ગાયા છે. હાલમાં જ એક લાઈવ પરફોર્મન્સ દરમિયાન સિંગરે એક મહિલા ફૅન સાથે એવું કામ કર્યું કે હવે તેને ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઉદિત નારાયણ ટિપ ટિપ બરસા પાની પર પરફોર્મ કરી રહ્યા હતા, તે દરમિયાન સિંગરની એક મહિલા ચાહક તેમની સાથે સેલ્ફી લેવા સ્ટેજની નજીક આવી હતી. ત્યારબાદ એક મહિલા ચાહકે પાછળ ફરીને તેમને ગાલ પર કિસ કર્યું. આ પછી ગાયકે મહિલાને તેના હોઠ પર કિસ પણ કરી હતી. આ પછી જ્યારે બીજી મહિલા ફેન સેલ્ફી લેવા ઉદિતની નજીક ગઈ તો ગાયકે તેના ગાલ પર પણ કિસ કરી. હવે ઉદિત નારાયણનો લાઈવ પરફોર્મન્સ દરમિયાન મહિલા ફેન્સને કિસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
View this post on Instagram
ઉદિત નારાયણને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે
ઉદિત નારાયણનો લાઈવ શો દરમિયાન મહિલા ચાહકોને કિસ કરતો વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એકે લખ્યું, "ભાઈ, એવું લાગે છે કે ઉદિત જી પણ ગીતથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. જ્યારે બીજાએ લખ્યું, "તેમના છૂટાછેડાના સમાચાર પણ ટૂંક સમયમાં આવવાના છે." વધુ એકે લખ્યું, "આદિત્ય, તારા પિતાનું ધ્યાન રાખ."
ઉદિત નારાયણ તરફથી આ ઘટના અંગે શું પ્રતિક્રિયા આપી
દરમિયાન, ઉદિત નારાયણે આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "ચાહકો એટલા દીવાને હોય છે ને. અમે લોકો એવા નથી હોતા, અમે લોકો યોગ્ય છે. કેટલાક લોકો આને પ્રોત્સાહન આપે છે અને આવું કરીને પોતાનો પ્રેમ દર્શાવે છે. આ અંગે મોટો હોબાળો કરીને શું કરવું છે? ભીડમાં ઘણા બધા લોકો છે, અને અમારી પાસે બોડીગાર્ડ્સ પણ હાજર છે, પરંતુ ચાહકોને લાગે છે કે તેમને મળવાની તક મળી રહી છે, તેથી કોઈ હાથ મિલાવવા માટે હાથ લંબાવે છે, કોઈ હાથ પર કિસ કરે છે... આ બધ એક દીવાનગી હોય છે. તેના પર આટલું ધ્યાન આપવાનો જરૂરત હોતી નથી."