બજેટમાં ઘણી નાની-નાની બાબતો એવી છે જે સમય જતાં મોટી રાહત અને પ્રોત્સાહન જેવી લાગશે
બજેટ 2025
વરિષ્ઠ પત્રકાર જયેશ ચિતલિયા
મધ્યમ વર્ગ માટે બજેટરાહતોનો મહા તો નહીં પણ નાનો છત્તાં મહત્ત્વનો કુંભ લઈને આવી રહ્યું હોવાનો સંકેત નરેન્દ્ર મોદીએ શુક્રવારે આપી દીધો હતો, જેને ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણના બજેટે ઇન્કમ ટૅક્સની રાહતોનું સ્નાન કરાવીને પુરવાર કરી દીધું. આ ઉપરાંત પણ બજેટમાં ઘણી નાની-નાની બાબતો એવી છે જે સમય જતાં મોટી રાહત અને પ્રોત્સાહન જેવી લાગશે. એમ છતાં હજી ઘણું બાકી છે. અત્યારે તો મોટા બોજ નહીં આવવાની હળવાશ મોટી જણાય છે