ઉર્ફી જાવેદ આ દિવસોમાં `અનુપમા`ના પૂર્વ બોયફ્રેન્ડ પારસ કાલનવત સાથેના સંબંધોને કારણે ઘણી ચર્ચામાં છે

ઉર્ફી જાવેદ/તસવીર સૌજન્ય: અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
ઉર્ફી જાવેદ (Urfi Javed) તેની વિચિત્ર ડ્રેસિંગ સેન્સને કારણે એટલી ફેમસ થઈ ગઈ છે કે દરેક વ્યક્તિ તેને ઓળખે છે. ઉર્ફીના માટે ખસબ સમાચાર સામે આવ્યા છે. ઉર્ફી જાવેદની તબિયત લથડી હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એવા પણ સમાચાર છે કે ઉર્ફીની તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી. એક રિપોર્ટ દ્વારા આ વાત સામે આવી છે. આ સમાચાર આવતાની સાથે જ ફેન્સ અભિનેત્રીના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છે.
TOIના રિપોર્ટ અનુસાર, ઉર્ફી જાવેદની તબિયત છેલ્લા 2-3 દિવસથી ખરાબ હતી. તેને સતત ઉલ્ટીઓ થતી હતી અને તેને 103-104 તાવ પણ આવતો હતો, જેના કારણે અભિનેત્રીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.
ADVERTISEMENT
પારસ કાલનાવત સાથેના સંબંધોને કારણે લાઈમલાઈટમાં
ઉર્ફી જાવેદ આ દિવસોમાં `અનુપમા`ના પૂર્વ બોયફ્રેન્ડ પારસ કાલનવત સાથેના સંબંધોને કારણે ઘણી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા, પાપારાઝીએ અભિનેત્રીને તેના અને પારસ કાલનવતના સંબંધો અને પારસને શોમાંથી હાંકી કાઢવા પર ઘણા પ્રશ્નો પૂછ્યા હતા.
પાપારાઝી સાથે વાત કરતી વખતે, ઉર્ફીએ કહ્યું કે “પારસ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. તેથી લોકો મારા અને પારસના સંબંધ વિશે જાણવા માગે છે.” જોકે ઉર્ફી વધુ વાતચીત કરી ન હતી.

