Valentine`s Day 2025: જૂના જમાનાની હિટ રોમેન્ટિક ટ્યુન્સને નવી બીટ્સ અને મોડર્ન વાઈબ સાથે રીમેક કરવામાં આવી છે! જેમ ‘પહેલા નશા 2.0`, ‘ગોરી હૈ કલાઇયાં’ અને અન્ય ક્લાસિક ગીતો નવા અવતારમાં ધમાલ મચાવી રહ્યા છે!
વેલેન્ટાઈન્સ ડે 2025: સાંભળો નવા અને જૂના ગીતો તેના રિમેક્સ સાથે
કી હાઇલાઇટ્સ
- પહેલા નશા 2.0` – ક્લાસિક લવ સૉન્ગનો નવો અવતાર!
- ‘ગોરી હૈ કલાઇયાં’ની – 2025માં નવા બીટ્સ સાથે ફરી ધમાલ!
- હવા હવાઈ, દસ બહાને – જૂની યાદોને તાજા કરતાં ગીતો
સાઉન્ડટ્રૅક રીમેક્ કરવાનો ટ્રેન્ડ ફક્ત ફિલ્મોમાં જ નહીં, પણ સંગીતમાં પણ જોવા મળે છે. 90ના દાયકામાં રિમિક્સનો ધમાલ હતો! એ સમયે ઘણા ક્લાસિક ગીતોને નવી ધૂન અને ફ્રેશ વાઇબ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. વેલેન્ટાઈન્સ ડે 2025 પર જુઓ એવી રીમેકસ જે રેટ્રો મ્યુઝિકના જાદુને આધુનિક સ્ટાઇલમાં ફરી જીવંત છે!
પહેલા નશા 2.0
1992માં આવેલું સુપરહિટ લવ સૉન્ગ ‘પહેલાં નશા’ (Jo Jeeta Wohi Sikandar) આજે પણ રોમેન્ટિક મ્યુઝિક લવર્સના દિલમાં ધબકે છે. આમિર ખાન પર ફિલ્માવવામાં આવેલું આ ગીત જતિન-લલિતના મ્યુઝિક, મજરૂહ સુલ્તાનપુરીના લિરિક્સ અને ઉદિત નારાયણ-સાધના સરગમના મીઠા અવાજથી એક કલ્ટ ક્લાસિક બની ગયું. (Valentines Day 2025)
ADVERTISEMENT
હવે, 2024માં ‘પહેલાં નશા 2.0’ એ જ જાદુને નવો અવતાર આપી રહ્યું છે. અરમાન મલિક અને પ્રગતિ નાગપાલના ગાયન સાથે, અમાલ મલિકના કમ્પૉઝિશન અને રશ્મી વિરાગના લિરિક્સ આ ગીતને નવું દ્રષ્ટિકોણ આપે છે. સરેગામા દ્વારા રિલીઝ થયેલું આ ગીત અભય વર્મા અને પ્રગતિ નાગપાલ પર ફિલ્માવવામાં આવ્યું છે.
ગોરી હૈ કલાઇયાં
Valentines Day 2025:1990માં જ્યારે બપ્પી લહિરીએ ‘ગોરી હૈ કલાઇયાં’ (Aaj Ka Arjun)ને ટ્યુન કર્યું, ત્યારે મ્યુઝિક લવર્સ માટે તે એક સરપ્રાઈઝ હતું! પૉપ અને ડિસ્કો હિટ્સ માટે ફેમસ બપ્પી દાએ આ વખતે એક લોકગીત મેલોડી આપી, જે અમિતાભ બચ્ચન અને જયા પ્રદા પર ફિલ્માવવામાં આવી હતી. હવે, 2025માં આ સૉન્ગ એકદમ નવી ધૂન અને મોડર્ન વાઈબ સાથે પાછું આવ્યું છે! ‘Mere Husband Ki Biwi’ ફિલ્મ માટે અપડેટ થયેલા આ વર્ઝનમાં અર્જુન કપૂર, ભૂમિ પેડણેકર અને રકુલ પ્રીત સિંહ નજરે પડશે. બાદશાહ, કનિકા કપૂર, શાર્વી યાદવ અને IP સિંહના અવાજમાં આ ગીત પર્ફેક્ટ નૉસ્ટેલ્જિયા ફીલ આપે છે. જસ્ટ મ્યુઝિક દ્વારા રિલીઝ થયેલું આ ગીત જૂની મીઠાશ સાથે નવું મસ્તીભર્યું અંદાજ લાવે છે. રેટ્રો અને ટ્રેન્ડી ટચ સાથે ‘ગોરી હૈ કલાઇયાં’ ફરી એકવાર તમારા પ્લેલિસ્ટમાં એડ થવા તૈયાર છે!
ઓ સજના
2022માં નેહા કક્કરે ફાલ્ગુની પાઠકના 1999ના સુપરહિટ ગીત "મૈંને પાયલ હૈ છનકાઈ"ને નવા સ્વરૂપે રજૂ કર્યું હતું. તનિષ્ક બાગચી દ્વારા સંયોજિત અને જાની (રાજીવ અરોરા) દ્વારા લખાયેલું આ ગીત એટલું લોકપ્રિય ન બન્યું, પરંતુ તેનું મ્યુઝિક વીડિયો 1.8 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું. આ ગીતના નિર્માતા ટી-સિરિઝ છે.
હવા હવાઈ 2.0
1987ની ફિલ્મ "મિસ્ટર ઇન્ડિયા"નું આઈકૉનિક ગીત "હવા હવાઈ" 2017ની ફિલ્મ "તુમ્હારી સુલુ" માટે રીમેક કરવામાં આવ્યું હતું. વિદ્યા બાલન, નેહા ધુપિયા અને અન્ય કલાકારો પર ફિલ્માવાયેલ ‘હવા હવાઈ 2.0’એ ઓરિજનલ ગીતની મજા જાળવી રાખી છે, જે કવિતા કૃષ્ણમૂર્તિનો એવરગ્રીન અવાજ લક્ષ્મીકાંત-પ્યારેલાલના ક્લાસિક ટ્યૂનને જાળવી રાખે છે. તનિષ્ક બાગચી દ્વારા નવા સૂર સાથે રજૂ થયેલું આ ગીત આજે પણ એટલું જ નવું લાગે છે. ગીત ટી-સિરીઝ દ્વારા રજૂ થયું છે.
દસ બહાને 2.0
2005ની સ્પાય થ્રિલર "દસ"નું ટૉપ-ચાર્ટ હિટ "દસ બહાને" 2020માં "બાઘી 3" માટે રીમેક કરવામાં આવ્યું. વિશાલ-શેખરે તેની ઓરિજનલ રચનાને જાળવી રાખી, જેમાં કે.કે. અને શાન સાથે તુલસી કુમારના સ્વર ઉમેરાયા. ટાઇગર શ્રૉફ અને શ્રદ્ધા કપૂર પર ફિલ્માંકિત આ ગીતને પ્રેક્ષકોએ મિશ્ર પ્રતિક્રિયાઓ આપી હતી, અને હજી પણ મૂળ ગીત વધુ લોકપ્રિય છે. આ ગીત ટી-સિરીઝ દ્વારા રજૂ થયું છે.
સંગીતમાં નવા તત્વો ઉમેરાતાં, જૂની યાદો તાજી થઈ જાય! આ બધા રિમિક્સ નવી પેઢીને રેટ્રો જાદૂ સાથે જોડવાનો પ્રયાસ કરે છે.

