Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વરુણ ધવને કર્યો દીકરી લારાને થયેલી જટિલ બીમારીનો ખુલાસો

વરુણ ધવને કર્યો દીકરી લારાને થયેલી જટિલ બીમારીનો ખુલાસો

Published : 28 March, 2026 07:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરુણ ધવને વધુમાં કહ્યું કે તે આ વિષય પર એક પુસ્તક લખવા ઇચ્છે છે જેથી વધુ લોકોમાં જાગૃતિ ફેલાઈ શકે. આ સિવાય વરુણે માતા-પિતાને અપીલ કરી કે તેઓ પોતાનાં બાળકોની હલચલ પર ખાસ ધ્યાન આપે અને જો કંઈ અસામાન્ય લાગે તો તરત જ પીડિયાટ્રિશ્યનનો સંપર્ક કરે.

વરુણ ધવને કર્યો દીકરી લારાને થયેલી જટિલ બીમારીનો ખુલાસો

વરુણ ધવને કર્યો દીકરી લારાને થયેલી જટિલ બીમારીનો ખુલાસો

વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ ૨૦૨૪માં દીકરી લારાનાં પેરન્ટ્સ બન્યાં હતાં. તાજેતરમાં એક શોમાં વરુણે ખુલાસો કર્યો કે તેમની દીકરી લારાને ડેવલપમેન્ટલ ડિસ્પ્લેસિયા ઑફ હિપ (DDH) નામની બીમારી હતી જેના કારણે તેને ચાલવામાં મુશ્કેલી પડતી હતી. જોકે હવે સારવાર બાદ તે ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહી છે.

વરુણ ધવને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘લારા લગભગ દોઢ વર્ષની હતી ત્યારે તેને DDH હોવાનું જાણવા મળ્યું. આ સ્થિતિમાં હિપ-જૉઇન્ટ એની જગ્યાથી સરકી જાય છે, એના કારણે એક પગ નાનો-મોટો લાગી શકે છે અને ચાલવામાં સંતુલન નથી રહેતું. જોકે આ માટે લારાને સર્જરી કરવાની જરૂર પડી નહોતી. એક ખાસ પ્રોસીજર દ્વારા હિપને ફરી યોગ્ય સ્થાન પર મૂકવામાં આવ્યું હતું. જોકે ત્યાર બાદ લારાને લગભગ અઢી મહિના સુધી ‘સ્પાઇકા કાસ્ટ’ નામના પ્લાસ્ટરમાં રહેવું પડ્યું હતું. આ સમય ખૂબ જ મુશ્કેલ હતો. હવે કાસ્ટ દૂર થઈ ગઈ છે અને લારા સુધારાની દિશામાં આગળ વધી રહી છે. પશ્ચિમના દેશોમાં આ સ્થિતિનો જન્મ સમયે જ સારો ઉપચાર મળી જાય છે, જ્યારે ભારતમાં દરેક જગ્યાએ એવી સુવિધા ઉપલબ્ધ નથી છતાં અહીં પણ ઘણા સારા ડૉક્ટર્સ છે જે એનો યોગ્ય ઇલાજ કરે છે.’ 

વરુણ ધવને વધુમાં કહ્યું કે તે આ વિષય પર એક પુસ્તક લખવા ઇચ્છે છે જેથી વધુ લોકોમાં જાગૃતિ ફેલાઈ શકે. આ સિવાય વરુણે માતા-પિતાને અપીલ કરી કે તેઓ પોતાનાં બાળકોની હલચલ પર ખાસ ધ્યાન આપે અને જો કંઈ અસામાન્ય લાગે તો તરત જ પીડિયાટ્રિશ્યનનો સંપર્ક કરે.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 07:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK