Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છેલ્લી ઘડીએ હૈ જવાની તો ઇશ્ક હોના હૈનું ટ્રેલર-લૉન્ચ કૅન્સલ

છેલ્લી ઘડીએ હૈ જવાની તો ઇશ્ક હોના હૈનું ટ્રેલર-લૉન્ચ કૅન્સલ

Published : 22 May, 2026 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મની ટીમે સોશ્યલ મીડિયા પર નિવેદન જાહેર કરીને ટ્રેલર-લૉન્ચ રદ થવાની જાણકારી આપી હતી

ડેવિડ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે

ડેવિડ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે


ડેવિડ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે. ગઈ કાલે ફિલ્મના નિર્માતાઓએ મુંબઈમાં ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ યોજવાનું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ ટેક્નિકલ સમસ્યાના કારણે આ ઇવેન્ટ રદ કરવામાં આવી તેમ જ ફિલ્મનું ટ્રેલર ઑનલાઇન પણ રિલીઝ કરવામાં આવશે નહીં એવી માહિતી સામે આવી છે.

ફિલ્મની ટીમે સોશ્યલ મીડિયા પર નિવેદન જાહેર કરીને ટ્રેલર-લૉન્ચ રદ થવાની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે ‘અમે દિલગીર છીએ કે આજે યોજાનાર ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ અનિચ્છનીય ટેક્નિકલ મુશ્કેલીઓના કારણે રદ કરવામાં આવી છે. આથી થયેલી અસુવિધા માટે અમે દિલથી માફી માગીએ છીએ અને આપના સતત સહકાર તથા સમજ માટે આભારી છીએ. અમે ટૂંક સમયમાં ટ્રેલર તમારી સાથે શૅર કરવા આતુર છીએ. થિયેટરમાં મળીશું.’


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK