Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ માત્ર ફિલ્મ નથી, દિવ્ય અનુભવ છે

આ માત્ર ફિલ્મ નથી, દિવ્ય અનુભવ છે

Published : 08 September, 2026 12:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હનુમાન અંશ જોઈને વરુણ ધવન થયો પ્રભાવિત

વરુણ ધવનની

વરુણ ધવનની "હનુમાન અંશ" ફિલ્મ અંગે પ્રતિક્રિયા


લગભગ બે કરોડ રૂપિયાના નાના બજેટમાં બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલમાં સિનેમાઘરોમાં ઇતિહાસ રચી રહી છે. સોશ્યલ મીડિયા પર સામાન્ય દર્શકો સતત ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે. આ દરમ્યાન વરુણ ધવને પણ એક વિડિયો શૅર કરીને જણાવ્યું કે તેણે પોતાની મમ્મી સાથે થિયેટરમાં આ ફિલ્મ જોઈ હતી. આ વિડિયોમાં તેણે ફિલ્મ ઉપરાંત એના અભિનેતા અને ડિરેક્ટરની પણ ખૂબ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે આ માત્ર ફિલ્મ નથી, એક દિવ્ય અનુભવ છે.
વિડિયોમાં વરુણ ધવને કહ્યું હતું કે ‘નમસ્કાર. તમે બધા કેમ છો? હું આ વિડિયો દ્વારા તમને સૌને કહેવા માગું છું કે પ્લીઝ થિયેટરમાં જઈને ‘હનુમાન અંશ’ જુઓ. હું હમણાં જ મારી મમ્મી સાથે આ ફિલ્મ જોવા ગયો હતો. આ ખરેખર અદ્ભુત અનુભવ હતો. તમારાં માતા-પિતાને લઈને જાઓ. તમારાં બાળકોને લઈને જાઓ. તમારા મિત્રો સાથે જાઓ. હું આ ફિલ્મની દરેકને ભલામણ કરી રહ્યો છું. કોઈએ મને આ વિડિયો બનાવવા માટે કહ્યું નથી. 
બાળપણથી જ મારું હનુમાનજી સાથે જોડાણ રહ્યું છે, પણ આ કંઈક અલગ જ છે. આ ફિલ્મ જુઓ, ખૂબ જ સારી રીતે બનાવવામાં આવી છે. આ માત્ર ફિલ્મ નથી, એક દિવ્ય અનુભવ છે. તમે જઈને આ ફિલ્મ જુઓ અને એનો અનુભવ કરો. જય સીતા રામ. શોભિનવ સત્યાની ઍક્ટિંગ ફિલ્મમાં શાનદાર છે. શું શાનદાર પરર્ફોર્મન્સ આપ્યો છે ભાઈ. વિશાલ ચતુર્વેદીજી, તમે જે ડિરેક્શન કર્યું છે એ ખરેખર બહુ સરસ છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK