અમર કૌશિકના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ક્રિતી સૅનન અને અભિષેક બૅનરજી પણ લીડ રોલમાં છે. ફિલ્મને ૨૦૨૨ની ૧૪ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.
‘ભેડિયા’ના છેલ્લા શેડ્યુલનું શૂટિંગ ૨૬ જૂનથી શરૂ કરશે વરુણ
વરુણ ધવન ‘ભેડિયા’ના છેલ્લા શેડ્યુલનું શૂટિંગ ૨૬ જૂનથી શરૂ કરવાનો છે. અરુણાચલ પ્રદેશમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. દેશમાં કોરોનાની બીજી લહેરે તમામ ફિલ્મોના શૂટિંગ પર માઠી અસર પાડી છે. હવે મહારાષ્ટ્રમાં લૉકડાઉનમાં રાહત અપાતાં શૂટિંગ ધીમે-ધીમે થાળે પડે એવી શક્યતા છે. જોકે સાવચેતી રાખવી અગત્યની રહેશે. પ્રોડ્યુસર દિનેશ વિજનની આ ફિલ્મનું બાકી રહેલું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે. અમર કૌશિકના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ક્રિતી સૅનન અને અભિષેક બૅનરજી પણ લીડ રોલમાં છે. ફિલ્મને ૨૦૨૨ની ૧૪ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.

