Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દુઃખદ! નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે નિધન: કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ ૪૫ મિનિટ CPR અપાયું, પણ બચી ન શક્યા

દુઃખદ! નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે નિધન: કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ ૪૫ મિનિટ CPR અપાયું, પણ બચી ન શક્યા

Published : 08 October, 2026 08:03 AM | Modified : 08 October, 2026 08:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nana Patekar Death: બોલિવૂડ અને ફિલ્મ જગતમાં શોકની લહેર ફરી વળી છે. અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે નિધન થયું છે.

નાના પાટેકર

નાના પાટેકર


બોલિવૂડ અને ફિલ્મ જગતમાં શોકની લહેર ફરી વળી છે. અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે નિધન (Nana Patekar Death) થયું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ગોવામાં તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. 

રિપોર્ટ્સ અનુસાર નાના પાટેકર ગોવાના ડોના પાઉલા સ્થિત પોતાના ઘરે બેભાન હાલતમાં (Nana Patekar Death) મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક મણિપાલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ આજે વહેલી સવારે ૫:૨૦ વાગ્યે તેમને મૃત ઘોષિત કર્યા છે. નાના પાટેકરને તેમના ઘરે જ કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હૉસ્પિટલ લાવ્યા બાદ તેમને બચાવવા માટે સતત ૪૫ મિનિટ સુધી સીપીઆર (CPR) આપવામાં આવ્યું હતું, પરંતુ તેમના શરીરમાં કોઈ સુધારો ન થતાં તેમને મૃત જાહેર કરાયા હતા. આ મામલે મેડિકો-લીગલ કેસ (MLC) દાખલ કરવામાં આવ્યો છે અને નિયમ મુજબ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.



Nana Patekar Death: નાના પાટેકરનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૫૧ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં થયો હતો. ૧૯૭૮માં ફિલ્મ ‘ગમન’થી પોતાના અભિનય કરિયરની તેમણે શરૂઆત કરી હતી. ત્યારબાદ તો ૧૯૮૮ની ‘સલામ બોમ્બે!’ અને ૧૯૮૯ની ‘પરીંદા’ ફિલ્મે તેમને એક અલગ જ ઓળખ અપાવી હતી. `પરીંદા`માં ગેંગસ્ટરના રોલ માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૪માં આવેલી `ક્રાંતિવીર` ફિલ્મ તેમના કરિયરનો સૌથી મહત્ત્વનો માઇલસ્ટોન સાબિત થઈ હતી. જેમાં તેમના પાવરફૂલ ડાયલોગ ડિલિવરી અને અભિનય માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. નાના પાટેકરે ‘અંકુશ’, ‘પ્રહાર’, ‘તિરંગા’, ‘ખામોશી’, ‘અબ તક છપ્પન’, ‘રાજનીતિ’ જેવી ગંભીર ફિલ્મોથી લઈને ‘વેલકમ’ જેવી સુપરહિટ કોમેડી ફિલ્મોમાં યાદગાર રોલ કર્યા હતા. મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’માં પણ તેમના અભિનયે સૌનું દિલ જીતી લીધું હતું.  નાના પાટેકરને ૩ નેશનલ એવોર્ડ અને ૪ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. વર્ષ ૨૦૧૩માં તેમને ભારત સરકાર દ્વારા `પદ્મશ્રી`થી નવાજવામાં આવ્યા હતા.


જ નાના પાટેકર (Nana Patekar Death) તેમની ફિટનેસને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવ્યા હતા. ફોટોગ્રાફર અતુલ કસબેકરે શેર કરેલા એક વિડિયોમાં ૭૫ વર્ષની વયે પણ નાના પાટેકર સતત ૧૫ ટ્રાઇસેપ ડિપ્સ કરતા જોવા મળ્યા હતા. છેલ્લા સમય સુધી તેઓ સિનેમામાં એક્ટિવ જોવા મળતા હતા. તેઓ અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સાથે ‘હાઉસફુલ ૫’, વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ઓ`રોમિયો’ અને ‘સૂબેદાર’ જેવી ફિલ્મોનો પણ ભાગ હતા. તેમની આ ઓચિંતી એક્ઝિટથી ભારતીય સિનેમાએ એક મહાન કલાકાર ગુમાવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK