વિજય દેવરકોંડાએ ફૅન્સની ભીડ વચ્ચેથી પત્ની રશ્મિકા મંદાનાને સલામત રીતે બહાર કાઢીને દિલ જીતી લીધાં, સેટ પર જતાં પહેલાં બન્ને એક મંદિરમાં ગયાં હતાં જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી. મંદિરની બહાર જ ફૅન્સની ભીડ અચાનક વધી ગઈ અને ત્યાર બાદ આ સમગ્ર ઘટના બની હતી.
પ્રોટેક્ટિવ પતિ
સાઉથ સિનેમાનું લોકપ્રિય કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના તાજેતરમાં પોતાના લગ્નજીવનનો એક મહિનો પૂર્ણ થયા બાદ ફરી ચર્ચામાં આવ્યું છે. બન્નેએ તાજેતરમાં લગ્નની તસવીરો શૅર કરી હતી અને હવે તેઓ ફરીથી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયાં છે.
હાલમાં બન્ને પોતાની ફિલ્મના સેટ પર પહોંચ્યાં ત્યારે ફૅન્સની ભારે ભીડ એકઠી થઈ ગઈ જેના કારણે પરિસ્થિતિ થોડી બેકાબૂ બની ગઈ. આ દરમ્યાન વિજય પ્રોટેક્ટિવ પતિની જેમ રશ્મિકાને પોતાની નજીક રાખીને ભીડમાંથી સુરક્ષિત બહાર કાઢે છે.
રિપોર્ટ્સ અનુસાર સેટ પર જતાં પહેલાં બન્ને એક મંદિરમાં ગયાં હતાં જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી. મંદિરની બહાર જ ફૅન્સની ભીડ અચાનક વધી ગઈ અને ત્યાર બાદ આ સમગ્ર ઘટના બની હતી.
