આગામી ફિલ્મ `કિંગડમ` વિશે વાત કરતા, વિજય દેવરાકોંડા ફિલ્મફેર સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં રશ્મિકા મંદાના સાથેના સંબંધો વિશે ખૂલીને વાત કરી...
વિજય દેવરકોન્ડા ફિલ્મફેર મૅગઝીન કવરપેજ
આગામી ફિલ્મ `કિંગડમ` વિશે વાત કરતા, વિજય દેવરકોન્ડા ફિલ્મફેર સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં રશ્મિકા મંદાના સાથેના સંબંધો વિશે ખૂલીને વાત કરે છે.
વિજય દેવરકોન્ડા ફિલ્મફેર મૅગઝીનના મે મહીનાના અંકના કવર પેજમાં ફીચર થયા બાદ ફરી ચર્ચામાં આવ્યો છે. પ્રતિભાશાળી અભિનેતા તરીકે પ્રશંસા પામ્યા આગામી ફિલ્મ `કિંગડમ` સાથે સમગ્ર ભારતમાં પૅન-ઈન્ડિયા ફિલ્મનો ટ્રેન્ડ લાવ્યા બાદ એક્ટિંગમાં તેની સફર ખૂબ રોમાંચક રહી છે. ફિલ્મ `અર્જુન રેડ્ડી` સ્ક્રીન પર આવી તે પહેલાં જ વિજયે તેની પ્રામાણિકતા અને અભિનયથી બધાનું ધ્યાન તેની તરફ ખેંચ્યું હતું.
ADVERTISEMENT
વિજય દેવરકોન્ડાએ પોતાનું નામ પાવરહાઉસ પર્ફોર્મર તરીકે બનાવ્યું છે અને તેણે ભારતીય સિનેમાના સૌથી મનમોહક કલાકારોમાં જગ્યા બનાવી છે. ભાવનાત્મક અભિનય હોય કે કોમૅડી કેરેક્ટર કે પાંચ સૂક્ષ્મ ભૂમિકાઓ હોય, તે બધા જ રોલ્સમાં ખૂબ સારી રીતે ફિટ થઈ છે. આજે, તે સમગ્ર ભારતમાં એક સ્ટાર તરીકે ઓળખાય છે, જે દરેક ફિલ્મમાં સરળ અભિનય અને નમ્રતા સાથે કામ કરે છે. આ વિશિષ્ટ કવર સ્ટોરીમાં, વિજય તેની સફર અને તેના પ્રેરણા સ્ત્રોત વિશે વાત કરે છે.
`કલ્કી 2898 એડી`માં તેના ખાસ રોલ વિશે વાત કરતા, વિજય દેવરકોન્ડા તેની લાગણીઓ શૅર કરે છે, "નાગ અશ્વિને મને મારો પહેલો મોટો બ્રેક આપ્યો, અને હું હંમેશા તે જે કહશે તે કરીશ. તે માને છે કે હું તેનો ભાગ્યશાળી ચાર્મ છું."
તેની આગામી ફિલ્મ `કિંગડમ` વિશે વાત કરતા, તે કહે છે કે "આ ફિલ્મ એક એક્શન ડ્રામા છે. તે જૂના જમાનાની જેમ એક એક્શન ફિલ્મ છે, જ્યાં દરેક ક્ષણ પાછળની લાગણીઓ માત્ર તમાશા માટે નહીં પણ ખૂબ મહત્ત્વની લાગણીઓ દર્શાવે છે."
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેની કઈ ફિલ્મે બૉક્સ ઓફિસ પર સારી કમાણી કરી નથી, ત્યારે પોતાની ફિલ્મ `લીગર` વિશે વાત કરતાં કહે છે કે, "તે ફિલ્મમાં કામ કરતાં ઘણું શીખ્યું છે. ફિલ્મની તૈયારી થી લઈને શૂટ અને પ્રમોશન અને ફિલ્મ રિલીઝની પ્રોસેસ, મેં બધુ જ શીખ્યું છે. `લીગર` દરમિયાન મેં જે નિયમો પાડવાનું શરૂ કર્યું હતું જેમ કે સ્વાસ્થ્ય તાલીમ, શારીરિક શિસ્ત અને હેલ્થી લાઈફટાઈલ, હવે તે મારા દિનચર્યાનો એક અભિન્ન ભાગ બની ગયું છે." વધુ વાત કરતાં તેણે કહ્યું કે, "નાનો થઈને, હું દિગ્દર્શક પુરી જગન્નાથનો ખૂબ મોટો ચાહક અને પ્રશંસક હતો, મહેશ બાબુ સર સાથેની તેમની ફિલ્મ પોકીરી મારી પ્રિય ફિલ્મોમાંની એક છે, અને તેમની સાથે ફિલ્મમાં કામ કરવું મારું સ્વપ્ન હતું. મને ખૂબ જ દુઃખ થયું કે અમે વધુ સારી ફિલ્મ બનાવી શક્યા નહીં."
જ્યારે રશ્મિકા મંદાના સાથેના સંબંધ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે હસીને જવાબ આપ્યો કે, "મેં રશ્મિકા સાથે વધારે ફિલ્મો કરી નથી. મારે તેની સાથે વધુ કામ કરવું જોઈએ. તે એક મહાન અભિનેત્રી અને સુંદર સ્ત્રી છે તેથી તેની સાથે કેમિસ્ટ્રી જમાવી મુશ્કેલ નથી."
સહ-અભિનેતાઓ વચ્ચે સાચી મિત્રતા ખરેખર અસ્તિત્વમાં હોઈ શકે છે કે કેમ તે અંગે વિજયે વિચારપૂર્વક જવાબ આપ્યો કે, “જો તમને એવા લોકો મળે જે `જીવો અને જીવવા દો` ની ફિલોસોફીઆમ મને છે તો કેમ નહીં. બધા પાસે પૂરતો પ્રેમ છે અને કહેવા માટે પૂરતી વાર્તાઓ છે. ઈન્ડસ્ટ્રીમાં થોડા સારા માણસો છે... પરંતુ કોનટ્રોવર્સી ટાળવા હું કોઈનું નામ નહીં લવ ."
જ્યારે તેણે બાળપણના વિજય માટે એક સલાહ આપવા કહ્યું, તો ખૂબ સરળ જવાબ આપતા કહ્યું કે, "હું તેને શાંત રહેવા, વધુ હસવા, અને ઓછો સ્ટ્રેસ લેવાની સલાહ આપીશ. હું કહીશે કે તું જે પણ કરી રહ્યો છે, સારું કરી રહ્યો છે, કારણ કે ભવિષ્યમાં તું એક પ્રભાવશાળી માણસ બનવાનો છે."
વધુમાં, મહત્વાકાંક્ષી કલાકારો માટે એક સંદેશ આપતા, તે કહે છે, "તમે ક્યારેય સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકતા નથી, ભલે તમે ગમે તેટલી યોજના બનાવો. અભિનય એક સફર છે, તમે જેમ આગળ વધશો તેમ વધુ શિખશો. બધાનું DNA અલગ છે, અને તે તફાવત જ તમને રસપ્રદ અને યુનિક બનાવે છે. જો આપણે બધા સમાન હોત, તો આપણે રોબોટ જેવા હોત. કહેવા માટે તો ઘણું બધુ છે પરંતુ હું તેને બીજા સમય માટે, બીજા સ્ટેજ પર કહેવા સાચવી રાખીશ."

