Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણનો ભાગ હું ક્યારેય નહોતો

રામાયણનો ભાગ હું ક્યારેય નહોતો

Published : 09 February, 2026 01:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેઘનાદના રોલમાં રિપ્લેસ કરવામાં આવ્યો હોવાની ચર્ચાના મામલે વિક્રાન્ત મેસીએ સ્પષ્ટતા કરી

વિક્રાન્ત મેસી

વિક્રાન્ત મેસી


હાલમાં રિપોર્ટ હતા કે નિતેશ તિવારીની ‘રામાયણ’માં રાવણના દીકરા મેઘનાદના રોલ માટે રાઘવ જુયાલને સાઇન કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પહેલાં વિક્રાન્ત મેસીનો આ રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પણ આખરે તેને રિપ્લેસ કરીને રાઘવ જુયાલને સાઇન કરી લેવામાં આવ્યો છે. હવે વિક્રાન્ત મેસીએ ‘રામાયણ’માં તેને રિપ્લેસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા મામલે સ્પષ્ટતા કરી છે.

વિક્રાન્ત મેસીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જે તેણે પછી ડિલીટ પણ કરી દીધી. આ સ્ટોરીમાં તેણે લખ્યું હતું, ‘હું આ અફવાઓને અહીં જ રોકું છું. હું ક્યારેય પણ આ ફિલ્મનો ભાગ નહોતો. આમ છતાં ‘રામાયણ’ ફિલ્મની આખી ટીમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. હું ચોક્કસ ટિકિટ ખરીદી આ ફિલ્મ જોવા જઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK