Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સોલાપુરમાં ખાણી-પીણીની દુકાન પાસે એક કારમાંથી બે EVM મળ્યાં

સોલાપુરમાં ખાણી-પીણીની દુકાન પાસે એક કારમાંથી બે EVM મળ્યાં

Published : 09 February, 2026 07:31 AM | Modified : 09 February, 2026 12:40 PM | IST | Solapur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અધિકારીઓએ જણાવ્યું કે એ રિઝર્વ્ડ મશીન હતાં

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ખાણી-પીણીની એક દુકાન પાસે એક કારમાંથી બે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) મળી આવ્યાં હતાં. એને લઈને હોબાળો મચી ગયો હતો. જોકે સરકારી અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે એ EVM અનામત એટલે કે રિઝર્વ્ડ મશીન હતાં.

મહારાષ્ટ્રમાં શનિવારે સોલાપુર સહિત ૧૨ જિલ્લાપરિષદો અને ૧૨૫ પંચાયત સમિતિઓની ચૂંટણીઓ યોજાઈ હતી. શનિવારે મધરાતની આસપાસ મોહોળમાં હોટેલ સ્વરાજ્ય નજીક ચૂંટણીની ફરજ પરના અધિકારી માટે ભાડે રાખેલી કારમાંથી બે EVM મળી આવ્યાં હતાં. એને કારણે કેટલાક રાજકીય પક્ષોએ છેડછાડનો આરોપ લગાવ્યો હતો. મતદાન-પ્રક્રિયામાં પારદર્શિતા સાથે જોડાયેલા પ્રશ્નો ઊભા કરીને NCPના ઉમેદવારે ત્યાર બાદ આ શોધની સંપૂર્ણ તપાસ કરવાની માગણી કરી હતી.



એક ઑફિસરે જણાવ્યું હતું કે ચેતવણી મળ્યા બાદ ચૂંટણી રિટર્નિંગ ઑફિસર, તહસીલદાર અને પોલીસ-કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન એવું બહાર આવ્યું હતું કે એ EVM રિઝર્વ્ડ હતાં અને શનિવારે મતદાન માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. બન્ને મશીનો સીલબંધ સ્થિતિમાં હતાં એમ તેમણે જણાવ્યું હતું. ઑફિસરોએ જણાવ્યું હતું કે મતદાન નોંધવા માટે ઉપયોગમાં લેવાતાં તમામ EVM શનિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધીમાં સ્ટ્રૉન્ગરૂમમાં જમા કરાવી દેવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 12:40 PM IST | Solapur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK