વિરાટ કોહલીએ તાજેતરમાં અવનીત કૌરના ફૅનપેજની એક પોસ્ટ લાઇક કરી હતી. જોકે થોડા સમય પછી વિરાટે એ લાઇક દૂર કરી દીધી, પરંતુ એ દરમ્યાન વિરાટના લાઇકનો સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
અવનીત કૌરના ફૅનપેજની પોસ્ટ
વિરાટ કોહલીએ તાજેતરમાં અવનીત કૌરના ફૅનપેજની એક પોસ્ટ લાઇક કરી હતી. જોકે થોડા સમય પછી વિરાટે એ લાઇક દૂર કરી દીધી, પરંતુ એ દરમ્યાન વિરાટના લાઇકનો સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ બાબતને લઈને વિવિધ ચર્ચા શરૂ થઈ ગઈ. ત્યાર બાદ વિરાટે આ મામલે સ્પષ્ટતા કરવી પડી. આ પોસ્ટ ભૂલથી લાઇક થવા બાબતે કોહલીએ સ્પષ્ટતા આપતી એક સ્ટોરી પણ પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે ‘ફીડ ક્લિયર કરતી વખતે ઍલ્ગરિધમે ભૂલથી એક ઇન્ટરેક્શન નોંધ્યું છે. આની પાછળ કોઈ ઇરાદો નહોતો. ફૅન્સ અને સોશ્યલ મીડિયા યુઝર્સને અપીલ છે કે આ વિશે કોઈ બિનજરૂરી ધારણા ન બાંધવી.’

