War 2 Teaser: હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની એક્શને ફેન્સને કર્યા ઇમ્પ્રેસ, કિયારા અડવાણીના ગ્લેમરસ લુકના દિવાના થયા ચાહકો
‘વૉર ૨’નું પોસ્ટર
બૉલિવૂડ (Bollywood) માટે ૨૦૨૫નું વર્ષ ખૂબ જ શાનદાર રહેવાનું છે. હૃતિક રોશન (Hrithik Roshan) એજન્ટ કબીર તરીકે પાછો ફર્યો છે અને આ વખતે તે સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર (Jr NTR) સાથે લડવા જઈ રહ્યો છે. જુનિયર એનટીઆરના જન્મદિવસ (Jr NTR Birthday) પર, નિર્માતાઓએ ચાહકોને એક જબરદસ્ત ભેટ આપી છે. ‘વૉર ૨’નું ટીઝર (War 2 Teaser) રિલીઝ થઈ ગયું છે અને બન્ને તેમાં જબરદસ્ત એક્શન કરતા દેખાય છે. યશ રાજ ફિલ્મ્સ (Yash Raj Films - YRF)ના સ્પાય યુનિવર્સમાંથી બહુપ્રતિક્ષિત ફિલ્મ `વૉર ૨` (War 2)નું ટીઝર આજે રિલીઝ થયું. આ ફિલ્મમાં કિયારા અડવાણી (Kiara Advani) ગ્લેમર ઉમેરતી જોવા મળશે. ટીઝરમાં તેનો બિકીની લુક જોવા મળ્યો છે અને તે હૃતિક રોશન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
અયાન મુખર્જી (Ayan Mukerji) દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘વૉર ૨’નું ટીઝર (War 2 Teaser) આજે રિલીઝ થયું છે. ટીઝર ખૂબ જ શાનદાર છે. ટીઝરમાં જોઈ શકાય છે કે, હૃતિક રોશન પહેલા કરતા વધુ બલ્કી લુકમાં જોવા મળે છે. તેની અને જુનિયર NTRની એક્શન જોવા લાયક છે. બંને જમીનથી હવા સુધી લડતા જોવા મળે છે. કારથી લઈને પ્લેન સુધી દરેક જગ્યાએ એક્શન જોવા મળે છે.
ADVERTISEMENT
આ ૧ મિનિટ ૩૪ સેકન્ડના ટીઝરની શરૂઆત જુનિયર એનટીઆરના વોઇસ ઓવરથી થાય છે. જેમાં તે હૃતિક રોશનના પાત્ર કબીરને પડકાર ફેંકી રહ્યો છે. તે કબીરને ભારતનો શ્રેષ્ઠ સૈનિક અને RAWનો શ્રેષ્ઠ એજન્ટ કહે છે અને તેને યુદ્ધ માટે તૈયાર થવા કહે છે. ટીઝરમાં જુનિયર એનટીઆર અને હૃતિક રોશન વચ્ચે જબરદસ્ત એક્શન જોવા મળે છે.
ટીઝરમાં ફોર્મ્યુલા વન રેસિંગ, ટ્રેનમાં લડાઈ અને પ્લેન સિક્વન્સ પણ જોવા મળે છે. ટીઝરમાં ઇસ્તંબુલ ઉપરાંત, બરફીલા શહેરની ઝલક પણ જોવા મળે છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને હૃતિક રોશન વચ્ચે જબરદસ્ત ફેસઓફ જોવા મળશે. જોકે, ટીઝરમાં હૃતિક રોશનનો કોઈ ડાયલોગ નથી.
ટીઝરમાં જુનિયર એનટીઆર એકદમ ફિટ દેખાઈ રહ્યા છે. તેમણે નવી હેરસ્ટાઇલ પણ રાખી છે. હૃતિક રોશન સાથે સ્પર્ધા કરવા માટે, એનટીઆરએ પોતાના શરીર પર ખૂબ મહેનત કરી છે, જે તેના લુકમાં દેખાય છે. પહેલીવાર વિલનની ભૂમિકામાં જોવા મળતો જુનિયર એનટીઆર ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે.
‘વૉર ૨’ના ટીઝરમાં કિયારા અડવાણી પણ ગ્લેમરસ લુકમાં જોવા મળશે. તેનો અને હૃતિક રોશનનો રોમાંસ જોવા લાયક રહેશે.
એકંદરે, ટીઝર ખૂબ જ આકર્ષક છે. આ ટીઝર પછી, ફિલ્મથી અપેક્ષાઓ વધી ગઈ છે. ‘વૉર ૨’ વર્ષ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘વૉર’ (War)ની સિક્વલ છે.
અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત આ એક્શન થ્રિલર ફિલ્મમાં ‘વૉર ૨’માં હૃતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં વિશ્વભરમાં રિલીઝ થશે. ‘વૉર ૨’એ YRF સ્પાય યુનિર્વસની છઠ્ઠી ફિલ્મ છે. આ પહેલા YRF સ્પાય યુનિર્વસની ફિલ્મ્સ એક થા ટાઇગર (Ek Tha Tiger), ટાઇગર ઝિંદા હૈ (Tiger Zinda Hai), વૉર (War), પઠાણ (Pathan) અને ટાઇગર 3 (Tiger 3) સુપરહિટ રહી છે.

