Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વોર્નર મ્યુઝિક ઇન્ડિયાના ‘માટી’ સીઝન 2માં જોડાયા શુભા મુદગલ, જ્યોતિ નૂરાં, સતિન્દર સરતાજ અને કલ્પના પટોવારી

વોર્નર મ્યુઝિક ઇન્ડિયાના ‘માટી’ સીઝન 2માં જોડાયા શુભા મુદગલ, જ્યોતિ નૂરાં, સતિન્દર સરતાજ અને કલ્પના પટોવારી

Published : 09 September, 2026 12:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વોર્નર મ્યુઝિક ઇન્ડિયાની ‘માટી’ સીઝન 2માં શુભા મુદગલ, જ્યોતિ નૂરાં, સતિન્દર સરતાજ સહિતના કલાકારો આઠ ભાષાનાં ગીતો રજૂ કરશે. દિગ્ગજ ગાયકો સાથે સંજિથ હેગડે, MC Square,અલિફ, સુદાન, ઓર્ફો, સુબ્લાહશિની, કેલી થી, અનુરાગ સૈકિયા અને માંગલી જેવા નવા કલાકારો

આ સીઝનની ખાસિયત એ છે કે તેના વિડિયો જે-તે સંગીતપરંપરા સાથે જોડાયેલાં પ્રદેશો, સમુદાયો અને સ્થળોએ શૂટ કરવામાં આવ્યા છે.

આ સીઝનની ખાસિયત એ છે કે તેના વિડિયો જે-તે સંગીતપરંપરા સાથે જોડાયેલાં પ્રદેશો, સમુદાયો અને સ્થળોએ શૂટ કરવામાં આવ્યા છે.


ભારતના સમૃદ્ધ લોકસંગીતના વારસાને આધુનિક અને વિશાળ મંચ પર રજૂ કરતી વોર્નર મ્યુઝિક ઇન્ડિયાની ફોક મ્યુઝિક ફ્રેન્ચાઇઝી ‘માટી’ તેની બીજી સીઝન સાથે પરત આવી છે. ‘માટી’ સીઝન 2માં દેશના દિગ્ગજ સંગીતકારો અને નવી પેઢીના કલાકારોનો અનોખો સંગમ જોવા મળશે. આ સીઝનમાં શુભા મુદગલ, જ્યોતિ નૂરાં, સતિન્દર સરતાજ અને કલ્પના પટોવારી જેવા જાણીતા કલાકારો સાથે સંજિથ હેગડે, MC Square, અલિફ, સુદાન, ઓર્ફો, સુબ્લાહશિની, કેલી થી, અનુરાગ સૈકિયા અને માંગલી સહિતના કલાકારો જોડાયા છે.

આઠ ગીતો અને આઠ ભાષાઓનો સંગમ



પેઢી દર પેઢી ચાલી આવતી ધૂનો અને વાર્તાઓને વર્તમાન સમય સાથે જોડતી ‘માટી’ સીઝન 2માં ભારતીય પરંપરાગત સંગીતને કન્ટેમ્પરરી સાઉન્ડ અને વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ સાથે રજૂ કરવામાં આવશે. આ સીઝનમાં કાશ્મીરી-હિન્દી, તમિલ, ભોજપુરી, પંજાબી, તેલુગુ, હરિયાણવી, ઉર્દૂ અને કન્નડ જેવી આઠ ભાષાઓમાં તૈયાર કરાયેલાં કુલ આઠ ગીતો સામેલ છે. ઓક્ટોબર 2024માં શરૂ થયેલી ‘માટી’ની પ્રથમ સીઝને પ્રાદેશિક સંગીતપરંપરા અને આધુનિક કલાકારોને એક મંચ પર લાવ્યાં હતાં. તેની ડિજિટલ પહોંચ 7.8 કરોડથી વધુ રહી હતી. હવે બીજી સીઝન આ જ વિચારને વધુ વિશાળ સંગીતમય અને સાંસ્કૃતિક ફલક પર આગળ લઈ જઈ રહી છે.


`જલવા-એ-જાનાન’થી સીઝનની શરૂઆત

‘માટી’ સીઝન 2ની શરૂઆત સૂફી કવ્વાલી ‘જલવા-એ-જાનાન’થી થઈ છે. આ ગીતમાં અનુરાગ સૈકિયાનું સંગીત, જ્યોતિ નૂરાંનો અવાજ અને શકીલ આઝમીના શબ્દો છે. સૂફી વિચારધારા ‘વહદત અલ-વુજુદ’ એટલે કે ‘અસ્તિત્વની એકતા’ પર આધારિત આ કવ્વાલી સર્જક અને સાધક વચ્ચેના અભિન્ન સંબંધને રજૂ કરે છે. આ સીઝનની ખાસિયત એ છે કે તેના વિડિયો જે-તે સંગીતપરંપરા સાથે જોડાયેલાં પ્રદેશો, સમુદાયો અને સ્થળોએ શૂટ કરવામાં આવ્યા છે. આ રીતે ગીતોની સાથે જે-તે પ્રદેશની સંસ્કૃતિ અને ધરતીની સુગંધને પણ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યોતિ નૂરાંએ જણાવ્યું હતું કે, “‘જલવા-એ-જાનાન’ એક સુંદર વિચાર રજૂ કરે છે કે ઈશ્વર અને સાધક અલગ નથી, પરંતુ એકબીજામાં જ પોતાનો અર્થ શોધે છે. આટલી ઊંડી રચના ગાવી મારા માટે ખરેખર આત્મીય અનુભવ રહ્યો છે. મને આશા છે કે તેની લાગણી ભાષાની સીમાઓ પાર કરીને શ્રોતાઓ સુધી પહોંચશે.”


પરંપરા સાથે આધુનિક સંગીતનો મેળ

સંગીતકાર અનુરાગ સૈકિયાએ કહ્યું હતું કે, “આ ગીત કમ્પોઝ કરતી વખતે શકીલ આઝમીના શબ્દોની ઊંડાઈ અને જ્યોતિ નૂરાંના દમદાર અવાજને યોગ્ય સંગીત આપવાની સાથે સૂફી સંગીતના આત્માને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. આ ગીત પ્રેમ, ભક્તિ અને ઈશ્વરની શોધની વાત કરે છે. ‘માટી’એ અમને આ શાશ્વત પરંપરાને તેના મૂળ સ્વરૂપ પ્રત્યે પ્રામાણિક રહીને આધુનિક સંગીતની દૃષ્ટિથી રજૂ કરવાની તક આપી છે.” વોર્નર મ્યુઝિક ઇન્ડિયા અને સાર્કના મેનેજિંગ ડિરેક્ટર જય મહેતાએ જણાવ્યું હતું કે, “ભારતની લોકપરંપરાઓ આપણી જીવંત સંસ્કૃતિનો હિસ્સો છે. તેમાં પેઢીઓથી ચાલી આવતી વાર્તાઓ, વિચારો અને દુનિયાને જોવાની રીત સમાયેલી છે. ‘માટી’દ્વારા અમારો પ્રયાસ આ પરંપરાઓને નવા શ્રોતાઓ સુધી પહોંચાડવાની સાથે તેને જીવંત રાખનારા કલાકારો અને સમુદાયોને યોગ્ય ઓળખ આપવાનો છે. સીઝન 2 વિવિધ ભાષાઓ, કલાકારો અને સાંસ્કૃતિક પ્રદેશોને એક મંચ પર લાવીને આ વિચારને વધુ આગળ લઈ જાય છે.” નવી પેઢી અને વૈશ્વિક શ્રોતાઓને ભારતીય સંગીતનાં મૂળ સાથે જોડતી ‘માટી’ સીઝન 2નું પ્રથમ ગીત ‘જલવા-એ-જાનાન’હવે તમામ મુખ્ય મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK