Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામ ચરણ તેજાની ફિલ્મના સેટ પર મોટો અકસ્માત થતાં પૂર જેવી પરિસ્થિતિ

રામ ચરણ તેજાની ફિલ્મના સેટ પર મોટો અકસ્માત થતાં પૂર જેવી પરિસ્થિતિ

Published : 13 June, 2025 03:05 PM | Modified : 14 June, 2025 07:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શૂટિંગ-ફ્લોર પર હજારો લીટર પાણી ફેલાયું, ઘણા ક્રૂ-મેમ્બર્સ ઘાયલ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


હૈદરાબાદમાં સાઉથ સ્ટાર રામ ચરણ તેજાની આગામી મૂવી ‘ધ ઇન્ડિયા હાઉસ’ના સેટ પર એક મોટો અકસ્માત થયો છે. જાણવા મળ્યું છે કે સેટ પર પાણીની ટાંકી ફાટી ગઈ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ જેને પગલે સેટ પર તમામ સામાન વેરવિખેર થઈ ગયો હતો. આ અકસ્માત એક ઍક્શન સીક્વન્સના શૂટિંગ દરમ્યાન થયો, જેમાં પાણીનો ઉપયોગ થવાનો હતો. જોકે આ પાણીનો ઉપયોગ થાય એ પહેલાં ટાંકી ફાટી ગઈ અને શૂટિંગ-ફ્લોર પર હજારો લીટર પાણી પ્રસરી ગયું. આ દુર્ઘટનાને કારણે ‘ધ ઇન્ડિયા હાઉસ’ના આખા સેટ પર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને સાધનોને ઘણું નુકસાન થયું છે.


આ સમગ્ર ઘટનામાં એક સહાયક કોરિયોગ્રાફર અને ઘણા ક્રૂ-મેમ્બર્સ ઘાયલ થયા છે. માહિતી અનુસાર ઘાયલ ક્રૂ-મેમ્બર્સને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ પૂરતું ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે.



આ દુર્ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એમાં ક્રૂ-મેમ્બર્સ સેટ પર પાણી ભરાઈ ગયા પછી કૅમેરા અને અન્ય જરૂરી સાધનો બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ક્લિપમાં આખો સેટ પાણીમાં ડૂબેલો જોવા મળે છે.


રામ ચરણની તેજાની ‘ધ ઇન્ડિયા હાઉસ’ની જાહેરાત ૨૦૨૩માં કરવામાં આવી હતી. આ ફિલ્મ તેની નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ છે. હજી સુધી રિલીઝ-ડેટની જાહેરાત કરવામાં 
આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK