Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું કામ પોતાની કરીઅરથી સંતુષ્ટ નથી ક્રિતી સૅનન?

શું કામ પોતાની કરીઅરથી સંતુષ્ટ નથી ક્રિતી સૅનન?

30 August, 2021 09:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતી સૅનને કહ્યું હતું કે ‘હું જે કરી રહી છું એના કરતાં પણ વધુ સારું કામ કરું, એના કારણે હું હંમેશાં મારી જાતને આગળ ધકેલું છું.

ક્રિતી સેનન

ક્રિતી સેનન


ક્રિતી સૅનનને જણાવ્યું છે કે તે અત્યાર સુધીની તેની કરીઅરથી નાખુશ છે. તેને હજી ઘણુંબધું ડિસ્કવર કરવું છે. તેણે ‘હીરોપંતી’, ‘બરેલી કી બર્ફી’, ‘લુકા છુપી’ અને ‘મિમી’માં કામ કર્યું છે. તેની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ‘હમ દો હમારે દો’, ‘બચ્ચન પાન્ડે’, ‘ભેડિયા’ અને ‘આદિપુરુષ’માં જોવા મળવાની છે. પોતાની જર્ની વિશે ક્રિતી સૅનને કહ્યું હતું કે ‘મને લાગે છે કે મારી જર્ની ફળદાયી છે. મારું માનવું છે કે 
જર્ની દરમ્યાન ઉતાર-ચડાવ આવે છે. તમે સતત નવું-નવું શીખ્યા કરો છો અને આગળ વધો છો. હું ફિલ્મી બૅકગ્રાઉન્ડથી નથી. મેં કદી પણ નહોતું વિચાર્યું કે હું લાંબો સમય સુધી ઍક્ટર બની રહીશ.’ તેને હજી પણ કરીઅરમાં આગળ વધવું છે એ વિશે ક્રિતી સૅનને કહ્યું હતું કે ‘હું જે કરી રહી છું એના કરતાં પણ વધુ સારું કામ કરું, એના કારણે હું હંમેશાં મારી જાતને આગળ ધકેલું છું. હું જે પ્રકારે આગળ વધી છું એને જોઈને હું ખુશ થાઉં છું. મારી કળા વિશે હું ઘણુંબધું શીખી છું. એમાં ઘણાંબધાં ઇમોશન્સ હોય છે. ઍક્ટિંગ તો મારા માટે પ્રોસેસ ઑફ ક્રાફ્ટ છે. હું આજે જ્યાં છું એનાથી હું સંતુષ્ટ નથી. મને ખાતરી છે કે હજી પણ મારી અંદર ડિસ્કવર કરવાનું બાકી છે. એ જ વસ્તુ મને એક્સાઇટ કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2021 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK