Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટૉક્સિકમાં યશના બોલ્ડ સીનથી પત્ની નાખુશ

ટૉક્સિકમાં યશના બોલ્ડ સીનથી પત્ની નાખુશ

Published : 17 August, 2026 02:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યશે ‘ટૉક્સિક’ના ઇન્ટિમેટ સીનને લઈને પત્ની રાધિકા પંડિતની પ્રતિક્રિયા વિશે વાત કરી છે. તેણે કહ્યું કે રાધિકાને આવા સીન પસંદ ન આવે, પરંતુ અભિનેત્રી હોવાથી તે તેના કામની માગને સમજે છે.

યશ  અને રાધિકા

યશ અને રાધિકા


યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફૅરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’ રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં યશના કો-સ્ટાર્સ સાથેના ઇન્ટિમેટ અને બૉલ્ડ સીનને લઈને પણ ચર્ચા થઈ રહી છે. હવે યશે આ સીન વિશે પોતાની પત્ની અને ઍક્ટ્રેસ રાધિકા પંડિતની પ્રતિક્રિયા વિશે ખુલાસો કર્યો છે. હાલમાં યશે સ્વીકાર્યું કે પડદા પર તેને આવા સીનમાં જોવાનું રાધિકાને કદાચ પસંદ ન આવે પણ તે તેના પ્રોફેશનની ડિમાન્ડને સમજે છે.
બોલ્ડ સીનની પત્ની પર પડેલી અસર વિશે વાત કરતાં યશે કહ્યું હતું કે ‘મેં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને આ પ્રકારના સીન કર્યા છે પણ મારા માટે પણ આ બધું સરળ નથી, જોકે ફિલ્મની વાર્તાની ડિમાન્ડ હોવાથી આ કરવું જરૂરી હતું. મારા આવા સીનથી રાધિકા ખુશ નહીં હોય, પણ એનો અર્થ એ નથી કે તે મારાથી નારાજ છે. તેને મારા પર વિશ્વાસ છે. રાધિકા પોતે પણ અભિનેત્રી હોવાથી પડદા પરના કામ અને અંગત જીવન વચ્ચેનો તફાવત સારી રીતે સમજે છે. રાધિકા માટે પણ એ વાત સ્પષ્ટ છે કે સ્ક્રીન પર જે વ્યક્તિ દેખાય છે તે તેનો પતિ નહીં પણ એક પાત્ર ભજવતો અભિનેતા છે. જોકે ઇન્ટિમેટ સીન જોતી વખતે કોઈ પણ પાર્ટનર નાખુશ થાય અને આ વાતને નકારી શકાય નહીં.’

યશની ભલામણથી વધારવામાં આવ્યો તારા સુતરિયાનો રોલ



યશને લીડ રોલમાં ચમકાવતી ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’ ૨૬ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં યશની સાથે નયનતારા, કિઆરા અડવાણી, હુમા કુરેશી, રુક્મિણી વસંત અને તારા સુતરિયા જેવી ઍક્ટ્રેસ કામ કરી રહી છે. આ ફિલ્મની શરૂઆતમાં તારાનો રોલ પ્રમાણમાં નાનો હતો પણ પછી તેનું કામ જોયા પછી ઍક્ટર અને ‘ટૉક્સિક’ના સહ-નિર્માતા યશે તેનો રોલ વધુ મોટો કરી દીધો.
તારાનો રોલ વધારવાના કારણ વિશે વાત કરતાં યશે કહ્યું હતું કે ‘તારાની મહેનતને કારણે તેના સીન અગાઉ લખાયેલી વાર્તા કરતાં અનેક ગણા વધારી દેવામાં આવ્યા છે. ફિલ્મમાં તારા ખૂબ જ આકર્ષક પણ લાગી રહી છે. ફિલ્મમાં તારાની ભૂમિકા તેની અગાઉની ભૂમિકાઓથી અલગ અને ગંભીર પ્રકારની છે. તે ફિલ્મોમાં પોતાની ડિઝની પ્રિન્સેસ જેવી ઇમેજ માટે જાણીતી છે પણ આમાં તેનો અલગ જ અંદાજ જોવા મળશે.’


 


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK