રાવણના લુક વિશે વાત કરતાં કૉસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટે માહિતી આપી હતી કે ‘મોટા ભાગના કૉસ્ચ્યુમ ઘરેણાં સહિત આશરે ૧૬થી ૨૦ કિલો વજનના હતા. જોકે કેટલાક ભારે કૉસ્ચ્યુમ પણ હતા જેમાં લંકા સાથે જોડાયેલા રાવણના લુકનો કૉસ્ચ્યુમ, તેના લગ્નનો પોશાક.
રાવણ લુકમાં યશ
દિવાળીના સમયગાળામાં રિલીઝ થયેલી ‘રામાયણ’માં રાવણનો રોલ કરીને યશે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આવાં પાત્રોને જીવંત બનાવવા અને દર્શકોને એમની ભૂમિકાઓ પર વિશ્વાસ બેસે એ માટે કૉસ્ચ્યુમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં ‘રામાયણ’ની કૉસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટ અને ડિઝાઇનરે યશના રાવણના ભવ્ય લુક વિશે વાત કરતાં ખુલાસો કર્યો હતો કે યશે ફિલ્મમાં ૧૬થી ૨૦ કિલો વજનના કૉસ્ચ્યુમ પહેર્યા હતા તેમ જ કેટલાક દિવસોમાં તો આ વજન ૩૦થી ૩૩ કિલો સુધી પહોંચી જતું હતું.
રાવણના લુક વિશે વાત કરતાં કૉસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટે માહિતી આપી હતી કે ‘મોટા ભાગના કૉસ્ચ્યુમ ઘરેણાં સહિત આશરે ૧૬થી ૨૦ કિલો વજનના હતા. જોકે કેટલાક ભારે કૉસ્ચ્યુમ પણ હતા જેમાં લંકા સાથે જોડાયેલા રાવણના લુકનો કૉસ્ચ્યુમ, તેના લગ્નનો પોશાક અને શૂર્પણખાનાં લગ્ન વખતે તેણે પહેરેલો પોશાક સામેલ હતો. રાવણના કૉસ્ચ્યુમ તૈયાર કરવામાં સૌથી મુશ્કેલ કામ તેનો મુગટ બનાવવાનું હતું અને એનું વજન ઘટાડવાના અનેક પ્રયાસો કરવા છતાં અંતે મુગટનું વજન ૧.૮ કિલો રહ્યું હતું.’
