Yuzvendra Chahal and Dhanashree Verma Divorce: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને મોડલ-ડાન્સર ધનશ્રી વર્માના લગ્નજીવનનો અંત આવ્યો છે. ડિવોર્સ બાદ ચહલ કોર્ટમાંથી નીકળતા સમયે અટેન્શન ગ્રૅબીન્ગ ટીશર્ટ પહેરીતા દેખાયો હતો, જેમાં લખેલું હતું - `Be your own Sugar.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા (તસવીર સૌજન્ય: એજન્સી )
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને મોડલ-ડાન્સર ધનશ્રી વર્માના લગ્નજીવનનો અંત આવ્યો છે. બોમ્બે હાઈ કોર્ટ દ્વારા બંનેને છૂટાછેડાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બાદ ચહલ કોર્ટમાંથી નીકળતા સમયે અટેન્શન ગ્રૅબીન્ગ ટીશર્ટ પહેર્યું હતું, જેમાં લખેલું હતું - `Be your own Sugar Daddy`.
View this post on Instagram
ADVERTISEMENT
ચહલની ટીશર્ટ થઈ સોશિયલ મીડિયા પર વાયરલ
ચહલ કોર્ટ બહાર નીકળતા પેપરાઝીઓએ તેની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચહલે કોઈ જવાબ આપ્યો નહીં. તેમ છતાં, ચહલની આ ટીશર્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ. “તેના ટીશર્ટ પરના શબ્દો બધું કહી જાય છે,” એક યુઝરે લખ્યું. અન્ય એક યૂઝરે લખ્યું કે, "અર્થ ખૂબ સ્પષ્ટ છે, `તમારા પોતાના સુગર ડેડી બનો” મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક મહીનાથી ધનશ્રી વર્મા વિશે અનેક સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ અને ટ્રોલિંગ જોવા મળ્યું હતું. ખાસ કરીને ચહલે ધનશ્રીને 60 કરોડની એલિમની આપી છે તેવી ચર્ચાઓ ઉપડી હતી. જોકે, હકીકતમાં ધનશ્રીને રૂ. 4.75 કરોડની એલિમની આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
View this post on Instagram
ઝડપી પ્રક્રિયા દ્વારા છૂટાછેડા
માહિતી અનુસાર ચહલે ધનશ્રીને રૂ. 4.35 કરોડની એલિમની ચૂકવી છે. આ છૂટાછેડા કેસને ઝડપી નિર્ણય માટે ફાસ્ટ ટ્રેક પર લેવામાં આવ્યો હતો. બંનેએ પરસ્પર સંમતિથી (Mutual Consent) છૂટાછેડા માટે અરજી કરી હતી અને ન્યાયાલયે ફરજીયાત છ મહિનાની રાહત અવધિ (cooling-off period) માફ કરી હતી. ન્યાયમૂર્તિ માધવ જમદાર દ્વારા બાન્દ્રા ફૅમિલી કોર્ટને આદેશ આપવામાં આવ્યો કે 20 માર્ચ સુધીમાં આ કેસનો નિકાલ કરવામાં આવે કારણ કે ચહલ 21 માર્ચ પછી IPLમાં ભાગ લેવાના હોવાથી હાજર નહીં હોય. ચહલ અને ધનશ્રીએ બોમ્બે હાઈ કોર્ટેમાં સંયુક્ત અરજીફાઈલ કરી હતી કે તેમને છૂટાછેડા માટે ફરજીયાત છ મહિનાનો સામે ગાળો નહી રાખવામાં આવે કારણ કે બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી છે.
View this post on Instagram
ફેબ્રુઆરી 20ના રોજ ફૅમિલી કોર્ટે કૂલિંગ-ઑફ પીરિયડ માફ કરવાની ધનશ્રી-ચહલની અરજી ફગાવી હતી. હિંદુ મેરેજ ઍક્ટ હેઠળ છૂટાછેડા માટે છ મહિનાનો કૂલિંગ ઑફ સમય ફરજીયાત છે. ન્યાયમૂર્તિએ નોંધ્યું હતું કે ચહલ અને ધનશ્રી છેલ્લા બે વર્ષથી અલગ રહેતા હતા અને એલિમની ચૂકવણી અંગે બંને વચ્ચે સંમતિ શરતોનું પાલન કરવામાં આવ્યું હતું. ફૅમિલી કોર્ટે અગાઉ કૂલિંગ-ઑફ પીરિયડ માફ કરવાનું ફગાવ્યું હતું કારણ કે ચહલે ધનશ્રીને ચૂકવવાના રૂ. 4.75 કરોડમાંથી માત્ર રૂ. 2.37 કરોડની જ ચુકવણી કરી હતી. કોર્ટૅ લગ્ન સલાહકારના અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે મધ્યસ્થી પ્રયાસોમાં ફક્ત આંશિક પાલન કરવામાં આવ્યું હતું.

