Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમારા સમયે પણ ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા લોકોને ખાસ અધિકાર મળતો હતો

અમારા સમયે પણ ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા લોકોને ખાસ અધિકાર મળતો હતો

Published : 28 September, 2026 01:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝીનત અમાને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના નેપોટિઝમ વિશે કરી વાત

ઝીનત અમાન

ઝીનત અમાન


બૉલીવુડમાં નેપોટિઝમને લઈને અવારનવાર ચર્ચા થતી રહે છે. ઍક્ટ્રેસ ઝીનત અમાને જ્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો ત્યારે પણ ફિલ્મી પરિવારોનું વર્ચસ્વ હતું. જોકે ઝીનતે કોઈ ફિલ્મી બૅકગ્રાઉન્ડ વિના ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી.
પોતાના સમયની ફિલ્મ- ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ એટલે કે વંશવાદ વિશે વાત કરતાં ઝીનતે કહ્યુંુ હતું કે ‘એ સમયે પણ જે લોકો ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા હતા તેમને વિશેષાધિકાર મળતો હતો. જાણીતી સરનેમ અને ફિલ્મી પરિવાર સાથે કનેક્શન હોવાને કારણે નિર્માતાઓ સુધી તેમની પહોંચ સરળ બની જતી હતી અને તેઓ યોગ્ય લોકો સુધી પહોંચી શકતા હતા. આનાથી ઘણો ફરક પડતો હતો. હું ફિલ્મી પરિવાર સાથે જોડાયેલી નહોતી. મારી શરૂઆત મૉડલિંગથી થઈ હતી અને હું સૌંદર્યસ્પર્ધા જીતીને આવી હતી. મેં અહીં જોયું કે પ્રતિભા મહત્ત્વ ધરાવે છે, પણ નસીબ પણ ઘણી બાબતો બદલી શકે છે. મેં ફિલ્મોમાં આવવા વિશે ક્યારેય વિચાર્યું નહોતું. હું તો આગળ ભણવા માગતી હતી, પણ જીવનની પોતાની યોજનાઓ હોય છે. હું આ વ્યવસાયમાં પોતાની રીતે આવી ગઈ હતી. હવે પાછળ વળીને જોઉં છું તો સારું લાગે છે. દેવ આનંદ સાહેબ મને ફિલ્મોમાં લઈને આવ્યા હતા. લોકો માત્ર આ ઇન્ડસ્ટ્રીનું ગ્લૅમર જુએ છે, પણ આ વ્યવસાયમાં લાંબા કલાકોની શિફ્ટ હોય છે. અહીં અનિશ્ચિતતા, રિજેક્શન અને એક ચોક્કસ રીતે તૈયાર થવા તથા દેખાવા માટેનું દબાણ પણ હોય છે. એ વાતની પણ સતત જાણ હોય છે કે એક દિવસ કોઈ બીજી વ્યક્તિ આવશે અને તમારી જગ્યા લઈ લેશે. તેથી અહીં મળતી પ્રશંસાથી ભ્રમિત ન થવું જોઈએ.  વ્યક્તિએ પોતાની મહત્તા પોતે સમજવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK