Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કિંગ કોહલીએ વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૧૫ હજાર રન ફટકાર્યા

કિંગ કોહલીએ વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૧૫ હજાર રન ફટકાર્યા

Published : 28 September, 2026 08:06 AM | IST | Thiruvananthapuram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝને સજ્જડ પરાજય આપ્યો ભારતે; કૅરિબિયનોએ ૭ વિકેટે ૨૯૫ રન કર્યા, કૅપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલીની ધમાકેદાર સદી, , વિરાટે તો ૮૮ બૉલમાં ૧૦ ફોર અને ૯ સિક્સ મારીને અણનમ ૧૩૯ રન કર્યા; કુલદીપ યાદવ બન્યો પ્લેયર ઑફ ધ મૅચ

૭૪મા બૉલે સિક્સ ફટકારીને ૧૦૦ રન સુધી પહોંચ્યો હતો વિરાટ કોહલી.

૭૪મા બૉલે સિક્સ ફટકારીને ૧૦૦ રન સુધી પહોંચ્યો હતો વિરાટ કોહલી.


તિરુવનંતપુરમમાં ગઈ કાલે કૅરિબિયન ટીમને ૮ વિકેટે હરાવીને ભારતીય ટીમે ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં વિજયી શરૂઆત કરી છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર વેસ્ટ ઇન્ડીઝે ઓપનર જસ્ટિન ગ્રીવ્સની સદીના આધારે ૨૯૫-૭નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતે કૅપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલીની તોફાની બૅટિંગની મદદથી ૪૧.૪ ઓવરમાં ૩૦૦-૨નો સ્કોર કરીને ૨૯૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 
મહેમાન ટીમે ૧૯.૨ ઓવરમાં ૧૩૫ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જૉન કૅમ્પબેલે ૬૦ બૉલમાં ૬૨ રન અને જસ્ટિન ગ્રીવ્સે ૧૦૮ બૉલમાં ૧૦૧ રન કર્યા હતા. આમિર જંગૂએ ૪૩ બૉલમાં અણનમ ૫૮ રન કર્યા હતા. ભારત માટે કુલદીપ યાદવે ચાર વિકેટ, પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે વિકેટ અને નીતીશ કુમાર રેડ્ડીએ એક વિકેટ લીધી હતી. 
રન-ચેઝ સમયે ભારત માટે રોહિત શર્માએ ૩૫ બૉલમાં બે ફોર, ત્રણ સિક્સની મદદથી ૩૨ રન, શુભમન ગિલે ૧૦૮ બૉલમાં ૧૩ ફોર, એક સિક્સના આધારે ૧૧૦ રન અને વિરાટ કોહલીએ ૮૮ બૉલમાં ૧૦ ફોર, 9 સિક્સના સહારે ૧૩૯ રનનું યોગદાન આપ્યું હતું. 
વન-ડે ક્રિકેટમાં સચિન તેન્ડુલકર (૧૮,૪૨૬ રન) પછી ૧૫ હજાર રન પૂરા કરનાર વિરાટ કોહલી બીજો ખેલાડી બન્યો છે. તેણે ૩૦૩ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૧૫ હજાર વન-ડે રન પૂરા કર્યા છે. સચિને ૨૦૦૭માં ૩૭૭ ઇનિંગ્સમાં આ કમાલ કરી હતી. 

૮૬મી ઇન્ટરનૅશનલ સદી ફટકારીને વિરાટ કોહલીએ આ રેકૉર્ડ્‍સ પણ કર્યા 



એક દેશમાં સૌથી વધુ વન-ડે રનનો સચિનનો ૬૯૭૬ રનનો રેકૉર્ડ તોડ્યો.
 વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા એમ બે દેશો સામે ૧૦ વન-ડે સદી ફટકારનાર પહેલો બૅટર બન્યો.
 લિસ્ટ A ફૉર્મેટમાં સૌથી વધુ ૬૦ સદીના સચિનના રેકૉર્ડની બરાબરી કરી. ઇન્ટરનૅશનલ વન-ડે ક્રિકેટમાં રેકૉર્ડ પંચાવનમી સદી ફટકારી
 ઘરઆંગણે સૌથી વધુ ૪૨ ઇન્ટરનૅશનલ સદીના સચિનના રેકૉર્ડની બરાબરી કરી. ઘરઆંગણે સૌથી વધુ ૨૮ વન-ડે સદીનો પોતાનો રેકૉર્ડ આગળ વધાર્યો. 
 વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી વધુ ૧૩ ઇન્ટરનૅશનલ સદી ફટકારવાના સુનીલ ગાવસકરના રેકૉર્ડની બરાબરી કરી.
 વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી વધુ ૪૪મી વન-ડે રમનાર ભારતીય બન્યો. 


૧૫ હજાર વન-ડે રનની જર્ની 

કૅટેગરી

સચિન

વિરાટ

ઉંમર

૩૪ વર્ષ ૬૬ દિવસ

૩૭ વર્ષ ૩૨૬ દિવસ

ઇનિંગ્સ

૩૭૭

૩૦૩

બૉલ

૧૭૫૨૮

૧૫૯૫૦

ડેબ્યુ પછીના દિવસ

૬૪૦૨

૬૬૧૪


700 : એક દેશમાં આટલા વન-ડે રન કરનાર જગતનો પહેલો બૅટર બન્યો વિરાટ કોહલી.

10 : આટલી વન-ડે સદી ફાસ્ટેસ્ટ ૬૭ ઇનિંગ્સમાં ઝૂડનાર ભારતીય બન્યો શુભમન ગિલ. શિખર ધવનનો ૭૭ ઇનિંગ્સનો રેકૉર્ડ તોડ્યો.

શુભમન ગિલે ૧૦૮ બૉલમાં ૧૩ ફોર અને એક સિક્સના આધારે ૧૧૦ રન બનાવ્યા હતા.

૪૦ રન આપીને મહત્ત્વપૂર્ણ ચાર વિકેટ લેનાર સ્પિનર કુલદીપ યાદવ બન્યો પ્લેયર ઑફ ધ મૅચ.

એક દિવસમાં પહેલી વખત ૬ વન-ડે સદી

વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત ૬ સદી જોવા મળી છે. અગાઉ ૬ પ્રસંગોએ એક દિવસમાં પાંચ વન-ડે સદીઓ નોંધાઈ હતી.
 તિરુવનંતપુરમમાં શુભમન ગિલ, વિરાટ કોહલી અને જસ્ટિન ગ્રીવ્સે સદી ફટકારી. 
 લંડનમાં શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં ૧૩૨ રને રોકીને ઇંગ્લૅન્ડે ૩૫૫-૭નો સ્કોર ડિફેન્ડ કરીને ૨૨૩ રને જીત મેળવી સિરીઝ ૨-૧થી જીતી.આ મૅચમાં ટૉમ બૅન્ટને ૧૦૫ બૉલમાં ૧૨૬ રન કર્યા. 
 સાઉથ આફ્રિકાએ બીજી વન-ડેમાં ૩૬૫/૯ના સ્કોર સામે ઑસ્ટ્રેલિયાને ૩૩૩ રને રોકીને ૩૨ રનની જીત સાથે ૨-૦થી સિરીઝ પર કબજો કર્યો. આ મૅચમાં ટેમ્બા બવુમાએ ૧૧૬ બૉલમાં ૧૦૩ રન અને ડેવિડ મિલરે ૯૩ બૉલમાં ૧૪૨ રન કર્યા.

નમન ધીરને કૅપ નંબર ૨૬૪ મળી

હરિયાણાના ૨૬ વર્ષના સ્પિન ઑલરાઉન્ડર નમન ધીરે ગઈ કાલે ભારતની વન-ડે કૅપ નંબર ૨૬૪ મેળવીને ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. તેણે લિસ્ટ Aની ૧૪ મૅચોમાં ૯૭ રનના હાઇએસ્ટ સ્કોર સાથે ૩૫૧ રન કર્યા છે અને ૭ વિકેટ લીધી છે. છેલ્લી ત્રણ સીઝનથી મુંબઈ ઇન્ડિયન્સ માટે રમીને તેણે ૩૭ મૅચમાં ૭૧૦ રન કર્યા છે. શેર-એ-પંજાબ લીગમાં તેણે હાલમાં ૬૪ બૉલમાં ૧૭૩ રન ફટકારીને નામના મેળવી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 08:06 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK