° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


કોમેડી કિંગ જોની લીવરે ૨૧મુ ટિફિન ફેમ નીલમ પંચાલને મારી ટાપલી

27 November, 2021 02:01 PM IST | Mumbai | Karan Negandhi

ખરેખર વાત એમ છે કે નીલમે એક ખૂબ જ વાયરલ મ્યુઝિક પર જોની લીવર સાથે રીલ શેર કરી છે.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

૨૧મુ ટિફિન ફેમ નીલમ પંચાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. નીલમે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક રીલને ચાહકોએ ખૂબ પસંદ કરી છે. વિડિયોમાં કોમેડી જગતના કિંગ જોની લીવર નીલમ પંચાલને મસ્તીમાં ટાપલી મારતા જોવા મળે છે.

ખરેખર વાત એમ છે કે નીલમે એક ખૂબ જ વાયરલ મ્યુઝિક પર જોની લીવર સાથે રીલ શેર કરી છે. નીલમે આ રીલ શેર કરતાં લખ્યું કે “સ્વપ્ન સાકાર થયું, ઓહ માય ગોડ-ઓહ માય ગોડ. મહાન જોની લીવર સર સાથે રીલ બનાવવાની તક મળી. જોની લીવર સર તમે મહાન અને ખૂબ જ નમ્ર વ્યક્તિ છો.” આ રીલમાં જોનીભાઈ અને નીલમના હાવભાવ જોઈને ચાહકો પણ પેટ પકડીને હસ્યા લાગવા લાગ્યા હતા. તમે પણ જુઓ વીડિયો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niilam Paanchal ? (@niilampaanchal)

આ વીડિયોને અત્યાર સુધીમાં ૭૬ હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નીલમની તાજેતરમાં જ એક ગુજરાતી વેબ સિરીઝ ‘યમરાજ કોલિંગ’માં જોવા મળી હતી. ઉપરાંત ૧૦ ડિસેમ્બરના રોજ રિલીઝ થનારી ફિલ્મ ‘૨૧મુ ટિફિન’માં પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે વિજયગીરી ફિલ્મોસની આ ફિલ્મે રિલીઝ પહેલાં જ ધૂમ મચાવી છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ કરવામાં આવ્યું હતું, જ્યાં તે પેનોરેમા કેટેગરીમાં પસંદગી પામી હતી.

આ પણ વાંચો: નવું વર્ષ ગુજરાતી સિનેમા જગત માટે નવી વધામણી સાથે આવ્યું, ફિલ્મ ‘એકવીસમું ટિફિન’ને મળી આ મોટી સફળતા

27 November, 2021 02:01 PM IST | Mumbai | Karan Negandhi

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું

અગાઉ જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલું આંખનો અફિણી વિડીયો સોંગ કે જેને 80 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, વાલમ આવો ને 20 લાખથી વધુ વ્યૂઝ સાથે ગુજરાતીઓની  પસંદને પામ્યા છ

18 January, 2022 07:22 IST | Surat | Partnered Content
ઢોલીવૂડ સમાચાર

Utttaran: ગુજરાતી સિતારાઓએ આ રીતે ઉજવ્યો પતંગોત્સવનો તહેવાર,જુઓ કોણે શું કર્યું?

પતંગોત્સવ માત્ર ગુજરાતીઓ જ નહીં પણ ગુજરાતી સિતારાઓ પણ ઉજવે છે. ત્યારે જાણો કયા ઢોલીવૂડ સિતારાઓ કેવી રીતે ઉજવ્યો આ નવા વર્ષનો પહેલો પર્વ.

14 January, 2022 09:47 IST | Mumbai | Shilpa Bhanushali
ઢોલીવૂડ સમાચાર

21મું ટિફિન ફેમ અભિનેત્રી નીલમ પાંચાલ કોરોના સંક્રમિત, શૅર કરી આ રસપ્રદ રીલ

21મું ટિફિન અને હેલ્લારો ફેમ અભિનેત્રી નીલમ પંચાલ કોરોના સંક્રમિત થઈ છે આ વાતની માહિતી તેમણે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી રીલ પોસ્ટ શૅર કરીને આપી છે.

10 January, 2022 11:21 IST | Mumbai | Shilpa Bhanushali

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK