Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફક્ત પુરુષો માટે: આનંદ પંડિત અને વૈશલ શાહ લાવી રહ્યા છે વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ

ફક્ત પુરુષો માટે: આનંદ પંડિત અને વૈશલ શાહ લાવી રહ્યા છે વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ

06 May, 2024 03:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

`ફક્ત મહિલા માટે` અને `ત્રણ એક્કા`ની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહે તેમની આગામી ગુજરાતી ફિલ્મ `ફક્ત પુરુષો માટે` (Fakt Purusho Maate)ની જાહેરાત કરી

તસવીર: પીઆર

તસવીર: પીઆર


વર્ષ 2022 અને 2023માં અનુક્રમે કૌટુંબિક મનોરંજક ફિલ્મો `ફક્ત મહિલા માટે` અને `ત્રણ એક્કા`ની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહે તેમની આગામી ગુજરાતી ફિલ્મ `ફક્ત પુરુષો માટે` (Fakt Purusho Maate)ની જાહેરાત કરી છે. આ પાથ બ્રેકિંગ નવી ગુજરાતી ફિલ્મ માટે આનંદ પંડિત અને વૈશલ શાહ ફરીથી એકત્ર થયા છે.

આ ફિલ્મ (Fakt Purusho Maate)ની વાર્તા શ્રાદ્ધ (કાગવાસ)ના 16 દિવસો દરમિયાનની છે, પુરષોત્તમ (દર્શન જરીવાલા) તેના પૌત્ર બ્રિજેશ (યશ સોની)ના બાળપણના પ્રેમ (એશા કંસારા) સાથેના લગ્નને તોડવા માટે તમામ પ્રકારની જાદુઈ શક્તિઓ સાથે મૃત્યુ પછી પૃથ્વી પર ઉતરે છે. જ્યાં જૂની-પરંપરા અને માન્યતાઓ આજની પેઢીની વિચારશરણી વિરૃદ્ધ ટકરાઈ છે. આ જાદુઈ વાર્તાનો હેતુ પેઢીઓથી ચાલતી આવતી પિતૃસત્તાને તોડવાનો અને જેન્ડર ઇક્વાલિટીને સમર્થન આપવાનો છે.



‘ફક્ત પુરુષો માટે’ (Fakt Purusho Maate) એ જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લખાયેલ અને નિર્દેશિત સિનેમેટિક ટ્રીટ છે, જેમાં સુપરસ્ટાર યશ સોની, એશા કંસારા, મિત્રા ગઢવી, દર્શન જરીવાલા અને આરતી વ્યાસ પટેલ સહિત સ્ટાર-સ્ટડેડ કાસ્ટ છે. આ સિનેમેટિક માસ્ટરપીસ જન્માષ્ટમી 2024ના રોજ મોટા પડદા પર રજૂ થશે.


ગુજરાતી સિનેમામાં સતત ત્રીજી વાર કોલાબોરેશન સાથે, આનંદ પંડિત અને વૈશલ શાહની જોડી ફરી એકવાર સાથે જોડાઈ છે. તેમની અગાઉની બે ફિલ્મો, અનુક્રમે વર્ષ 2022 અને 2023માં ‘ફક્ત મહિલાઓ માટે’ અને ‘ત્રણ એક્કા’ બ્લોકબસ્ટર સાબિત થઈ અને બોક્સ ઑફિસની ભવ્યતાની ઊંચાઈઓ સર કરી હતી.

નિર્માતા આનંદ પંડિતે જણાવ્યું છે કે, “અમે હજુ પણ એક સ્ટાર કાસ્ટનું નામ સિક્રેટ રાખીએ છીએ અને ફિલ્મના રિલીઝ સમયે જાહેર કરીશું. આપણે બધા જાણીએ છીએ કે ‘ફક્ત મહિલાઓ માટે’માં અમિતાભ બચ્ચને કેમિયો કર્યો હતો. આ ફિલ્મમાં પણ દર્શકોને આકર્ષિત કરવા માટે એક સરપ્રાઇસ એલિમેન્ટ છે.”


વૈશલ શાહે જણાવ્યું કે, “દરેક ફિલ્મ સાથે અમે સારા મૂલ્યો અને બોન્ડિંગ સાથે પરિવારોને થિયેટરમાં લાવવા માગીએ છીએ. અમે હંમેશા આપણી સંસ્કૃતિ અને પરંપરાને સાથે લઈને ચાલીએ છીએ. આ ફિલ્મ એક એવી મનોરંજક ફિલ્મ છે, જેની સાથે દર્શકો જરૂર પોતાને રીલેટ કરી શકશે.”

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨માં ‘ફક્ત મહિલાઓ માટે’ વર્ષની સફળ ગુજરાતી ફિલ્મોમાંની એક રહી હતી. તે ફિલ્મમાં યશ સોની, તર્જની ભાડલા, દીક્ષા જોશી, ચેતન દૈયા, પ્રશાંત બારોટ, દીપ વૈદ્ય, કલ્પના ગાડગેકર સ્ક્રીન શેર કરતાં જોવા મળ્યાં હતાં. ફિલ્મ મનોરંજનનું કમ્પ્લિટ પેકેજ હતી અને દર્શકોને થિયેટર તરફ આકર્ષવામાં સફળ રહી હતી.

ફિલ્મ આ વર્ષે જન્માષ્ટમીમાં રિલીઝ થશે. શું આ ફિલ્મ પુરુષોના મનની વાત કહેવામાં સફળ થશે? એ જોવું રહ્યું.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK