નાગ ચૈતન્ય ‘લાલ સિંહ ચઢ્ઢા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે

નાગ ચૈતન્ય અને નાગાર્જુન
ડૅડી નાગાર્જુન તેના દીકરા નાગ ચૈતન્યની ઍક્ટર તરીકેની પ્રગતિ જોઈને ખુશ છે. તે ‘લાલ સિંહ ચઢ્ઢા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મ ૧૧ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન, કરીના કપૂર ખાન અને મોના સિંહ પણ જોવા મળશે. આમિર અને નાગ ચૈતન્ય સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને નાગાર્જુને ટ્વીટ કર્યું હતું કે ‘આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ જોવાનું સન્માન મળ્યું. એ જોયા બાદ એક તાજી હવાનો એહસાસ થયો છે. આ એક એવી ફિલ્મ છે જે તમારી અંદર ખૂબ ઊંડી ઊતરી જાય છે. ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને વિચારવા પર વિવશ કરી દેશે. ફિલ્મમાં એક સરળ સંદેશ છે કે પ્રેમ અને નિર્દોષતા સૌ પર ભારે પડે છે. નાગ ચૈતન્યને એક ઍક્ટર તરીકે આગળ વધતો જોવાની ખુશી છે. ડિરેક્ટર અદ્વૈત ચંદન, રાઇટર અતુલ કુલકર્ણી અને ટીમ; તમે તમારા કામથી અમારી અંદર જોશ જગાવ્યું છે.’

