વેલેન્ટાઈન્સ ડેના રોજ આવી અસિમિત લાગણીઓની એક રોમાંચક સફર સાથે ગુજરાતી ફિલ્મ ઇલુ ઇલુ આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે જેનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે તો જુઓ અહીં...
ઇલુ ઇલુ ફિલ્મનું પોસ્ટર
પ્રેમ એક એવી લાગણી છે જેને કોઈ બંધન નથી, જેની કોઈ ચોક્કસ પરિભાષા નથી, જેની કોઈ સીમા નથી અને એ જ રીતે પ્રેમ કરવાની કોઈ ચોક્કસ ઊંમર પણ નથી હોતી. વેલેન્ટાઈન્સ ડેના રોજ આવી અસિમિત લાગણીઓની એક રોમાંચક સફર સાથે ગુજરાતી ફિલ્મ ઇલુ ઇલુ આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે જેનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે તો જુઓ અહીં...
અત્યાર સુધી આપણે અનેક ફિલ્મો જોઈ છે પણ આ વખતે ભાવિક ભોજક આપણી સામે એક સિનેમા લઈને આવી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા આપણી આસપાસ ઘટતી ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મ મોટા બજેટની અને અનેક સિતારાઓથી ભરપૂર છે. આ ફિલ્મ વિશે વાત કરતાં ભાવિક ભોજક ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે ફિલ્મને બનાવવા માટે 3 વર્ષ જેટલો સમય લાગ્યો છે અને આ મલ્ટિસ્ટારર ફિલ્મ નહીં પણ સિનેમાનો અનુભવ દર્શકોને ચોક્કસ આપશે.
ADVERTISEMENT
ટ્રેલરમાં શું છે?
ટ્રેલરની શરૂઆત પ્રેમ, દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક વાર તો કર્યો જ હશે, મેં પણ કરેલો.. આ પ્રેમ જે 30 વર્ષ પહેલા થયો હતો તે જીવનરૂપી દરિયામાં મોજારૂપી પ્રેમિકા ફરી પાછી આવશે કે કેમ? એવા પ્રશ્નાર્થ સાથે થાય છે. કઈ રીતે એક ઊંમર વટાવી ગયા બાદ જો જીવનમાં પ્રેમ પાછો આવે તો કેવી ઉથલપાથલ મચે, સંતાનો, પરિવાર અને સમાજમાં તેની કેવી રીતે અસર થાય તે આ ટ્રેલરમાં જોવા મળે છે.
ફિલ્મની વાર્તાની વાત કરીએ તો વાર્તા કંઈક આ પ્રકારની છે કે, જ્યારે કેવિન અને રિયાના લગ્નનો સમય આવ્યો, ત્યારે કેવિનના પિતા અને રિયાની માતા ભાગી જાય છે અને અહીંથી શરૂ થાય છે "ILU ILU". એક 26 વર્ષ જૂની રોમેન્ટિક પ્રેમકથા, જે બે પ્રેમીઓની આસપાસ ફરે છે, જેઓ તેમના પરિવારની જાતિ અને આર્થિક પરિસ્થિતિને કારણે છૂટા પડી જાય છે. હવે, આટલા વર્ષો પછી, જેઓ તેમના બાળકોનાં લગ્ન માટે ફરીથી આકસ્મિક રીતે મળે છે. ભૂતકાળથી અજાણ હોવાથી, બંને એકબીજા સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેઓ વાત કરી શકતા નથી. કેવિન અને રિયા લગ્ન માટે તૈયાર છે અને બધું નક્કી થઈ ગયું છે જ્યારે કેવિનના પિતા અને રિયાની માતા ગુમ થઈ ગયાં, પરંતુ એક માસૂમ બાળકે બંનેને દોડતાં જોયાં અને ત્યાંથી કોમેડીનો રોલર કોસ્ટર શરૂ થાય છે. ઇલા અને ઇલેશ ક્યાંક દૂર અંધાધૂંધીમાં જાય છે, પરંતુ કેવિન અને રિયાએ કરેલી ગુમ થયેલી ફરિયાદથી અજાણ, તેઓ શહેરમાં પાછા જવાનું નક્કી કરે છે. પરંતુ તે પહેલાં તેઓ એક અકસ્માતનો સામનો કરે છે જે બધાને હોસ્પિટલ લઈ જાય છે અને પછી, ફરીથી ઇલા અને ઇલેશની સુંદર પ્રેમકથા તેમના ભૂતકાળથી શરૂ થાય છે. આગળ વધતાં, બંને પરિવારો કેવિન અને રિયાના લગ્ન રદ કરવાનો નિર્ણય લે છે અને ઘર બરબાદ થઈ જાય છે પણ જેમ આપણે કહીએ છીએ, બધું સારું થયું તેનો અંત પણ સારો થયો રિયા અને કેવિન લગ્ન કરે છે અને ઇલા અને ઇલેશ પણ સાથે રહે છે.
જેમ પ્રેમની કોઈ પરિભાષા નથી હોતી, પ્રેમની કોઈ ઊંમર પણ નથી હોતી. અત્યારે જ્યારે એક નવી જનરેશન આવી ગઈ છે ત્યારે હોપિંગ ફોર લવ જેવી ટર્મ જનરેશન આલ્ફા અને જેન ઝીમાં જોવા મળે છે ત્યારે જનરેશન બૂમરનો પ્રેમ કંઈ ફોક નહોતો. પ્રેમમાં ગિવ અપ કરી દેવું સહેલું હોય છે પણ રાહ જોવી અઘરી હોય છે, જે પ્રેમમાં રાહ જોઈ શકે છે તે પ્રેમ પામી શકે છે. ફિલ્મના ટ્રેલરમાં જોયા પ્રમાણે એક ડાયલૉગ એવો આવે છે જે કહે છે કે, મેં 26 વર્ષ તારી રાહ જોઈ છે, હવે મારાથી રાહ નહીં જોવાય. આ પ્રેમની લાગણી જ એવી હોય છે કે જેટલી તેને દબાવવાનો પ્રયત્ન કરે તેટલી વધે. 26 વર્ષ રાહ જોયા પછી જે પ્રેમ મેળવ્યો છે તેને કારણે તેમના સંતાનો પર કેવી અસર થાય છે તેની પણ ઝલક આ ટ્રેલરમાં જોવા મળે છે.
ફિલ્મ ઇલુ ઇલુમાં કલાકારોની વાત કરીએ તો ફિલ્મમાં ભાવિક ભોજક, પૂજા ભટ, ખુશ્બુ ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, સોનાલી લેલે દેસાઈ, હેમાંગ દવે, ચેતન દવે, ફિરોઝ ઈરાની, કલ્પેશ પટેલ, મૌલિક ચૌહાણ, મનીષા નારકર, ધ્રુવિકા કાચવાલા, તપન પ્રજાપતિ, મડ્ડી પ્રજાપતિ, મેડી, રાક્ષ્મી, રાક્ષસ સિરસીકર, અમિત મિશ્રા અને બાળ કલાકાર તરીકે વિશ્વ પટાગીરે કામ કર્યું છે. ફિલ્મનું દિગ્દર્શન રવિ સચદેવ અને પાર્થ શુક્લાએ કર્યું છે. ભાવિક ભોજકે ફિલ્મમાં એક્ટર તરીકેની કામગીરી તો બજાવી જ છે પણ સાથે તેમણે આ ફિલ્મમાં લેખક અને નિર્માતાની ભૂમિકા પણ ભજવી છે. ફિલ્મમાં મૌલિન પરમાર અને પાર્થ શુક્લાએ કૉ-રાઈટર તરીકે કામ કર્યું છે. ફિલ્મમાં સંગીત ઋત્વિજ જોશીનું છે અને લિરિક્સ સ્વેગી ધ રેપર અને ભાવિક ભોજકના છે.
આ ફિલ્મના ટ્રેલરને તો દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો જ છે. આ સિવાય ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન્સ ડેના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે તો હવે જોવું રહ્યું કે દર્શકોનો ફિલ્મને કેટલો પ્રેમ મળે છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)