° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


મલ્હાર લઈને આવ્યો ‘વિકીડાનો વરઘોડો’

08 June, 2022 03:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલ્હાર ઠાકર તેની આગામી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ લઈને આવી ગયો છે.

મલ્હાર લઈને આવ્યો ‘વિકીડાનો વરઘોડો’

મલ્હાર લઈને આવ્યો ‘વિકીડાનો વરઘોડો’

મલ્હાર ઠાકર તેની આગામી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ લઈને આવી ગયો છે. આ ફિલ્મમાં તેની સાથે મોનલ ગજ્જર, જિનલ બેલાની અને માનસી રાંચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મલ્હાર ફરી સિનેમાના પડદે આવી રહ્યો છે અને એ પણ હવે બૅન્ડબાજા અને વરઘોડો સાથે. નૅશનલ અવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘રેવા’ના ડિરેક્ટર્સ રાહુલ ભોલે અને વિનીત કનોજિયા દ્વારા આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવી છે અને એને ડિરેક્ટ પણ કરવામાં આવી છે. એસપી સિનેકૉર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ સાથે જ જાનવી પ્રોડક્શન્સના ​વિકાસ અગરવાલ, રિશિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને નીરવ પટેલ તેમ જ સન આઉટડોર્સના પ્રીતીશ શાહ દ્વારા ફિલ્મને કો-પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી. આ વિશે મેકર્સે કહ્યું હતું કે ‘અમને ખુશી છે કે અમે આ માસ્ટરપીસ માત્ર અમારા દર્શકોના એન્ટરટેઇનમેન્ટ માટે અને રીજનલ સિનેમાના સ્ટિરિયો ટાઇપને તોડવા માટે બનાવી છે.’

08 June, 2022 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચેન્જ લાવશે મોરબી પૂરહોનારત પર આધારિત ફિલ્મ ‘મચ્છુ’?

એ ફિલ્મનું વીએફએક્સનું કામ છેલ્લાં ત્રણ વર્ષથી ચાલે છે અને હજુ પણ છ મહિના લાગવાના છે

07 August, 2022 12:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

‘ફક્ત મહિલાઓ માટે’ પરિવારને થિયેટર સુધી ચોક્કસ ખેંચી લાવશે : આનંદ પંડિત

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો કૅમિયો છે

04 August, 2022 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મોની બોલબાલા

આ વર્ષની એડિશનમાં ઘણી ગુજરાતી ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે

03 August, 2022 05:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK