`Man of Steel: Sardar` Trailer Release: ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ ના રોજ સરદાર પટેલના અવસાનને આજે સાત દાયકા પૂર્ણ થયા છે. રાષ્ટ્રને એકીકૃત અને પ્રબુદ્ધ કરનાર મહાન વ્યક્તિ સરદાર પટેલ પર એક નવો દ્રષ્ટિકોણ પ્રદાન કરવા માટે એક ફિલ્મ લૉન્ચ કરવામાં આવી છે.
‘મેન ઑફ સ્ટીલ: સરદાર` ફિલ્મનું પોસ્ટર
૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ ના રોજ મુંબઈમાં સરદાર વલ્લભભાઈ પટેલના અવસાનને આજે સાત દાયકા પૂર્ણ થયા છે. રાષ્ટ્રને એકીકૃત અને પ્રબુદ્ધ કરનાર મહાન વ્યક્તિ સરદાર પટેલ પર એક નવો દ્રષ્ટિકોણ પ્રદાન કરવા માટે એક ફિલ્મ લૉન્ચ કરવામાં આવી છે. સરદાર પટેલની ભૂમિકા વેદીશ ઝવેરીએ નિભાવી છે. વેદીશ અગાઉ મલ્હાર ઠાકર અભિનીત ફિલ્મ “ઓલ ધ બેસ્ટ પંડ્યા”માં એડવોકેટ તરીકે દેખાયા હતા. આ વખતે તેમણે સરદાર સાહેબના મજબૂત વ્યક્તિત્વ, નરમ હૃદય અને લોખંડી સંકલ્પને જીવંત કરવા માટે સખત તૈયારી કરી છે. ટ્રેલરમાં તેમની પ્રસ્તુતિએ પ્રેક્ષકોમાં પ્રશંસા મેળવી છે. આ ફિલ્મ આગામી ૩૧ ઑક્ટોબરે રીલીઝ થવાની છે અને પ્રેક્ષકોને રાષ્ટ્રપ્રેમ, સંકલ્પ અને એકતાની નવી અનુભૂતિ આપવાની આશા છે.
ADVERTISEMENT
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીને અનુલક્ષીને બનેલી ગુજરાતી ફિલ્મ ‘મેન ઑફ સ્ટીલ : સરદાર’ નું ટ્રેલર તાજેતરમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૩૧ ઓક્ટોબર, સરદાર સાહેબની જન્મજયંતિના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવાની છે.
ફિલ્મનું દિગ્દર્શન અને લેખન જાણીતા સર્જક મિહિર ભૂતાએ કર્યું છે, જેઓ રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મ જગતમાં વર્ષોથી સક્રિય છે. તેમણે સરદાર સાહેબના જીવનચરિત્ર, તેમના સંઘર્ષો અને દેશના એકીકરણ માટેના યોગદાનને રસપ્રદ રીતે રજૂ કર્યું છે.
ફિલ્મમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વેદીશ ઝવેરીએ નિભાવી છે. વેદીશ અગાઉ “ઓલ ધ બેસ્ટ પંડ્યા” ફિલ્મમાં જોવા મળ્યા હતા, પરંતુ આ વખતે તેમને એક ઐતિહાસિક અને ગૌરવશાળી પાત્ર ભજવવાનું મહત્ત્વનું કામ મળ્યું છે.
આ પ્રોજેક્ટના નિર્માતા મયૂર કે. બારોટ છે, જ્યારે તેને પ્રસ્તુત કરી રહ્યા છે બૉલિવુડના જાણીતા પ્રોડ્યુસર ડૉ. જયંતિલાલ ગડા તેમની કંપની Pen Moviesના બેનર હેઠળ.
પ્રખ્યાત એડિટર પાર્થ ભટ્ટ દ્વારા સંપાદિત આ ટ્રેલર ફિલ્મને સિનેમેટિકલી આધુનિક અને પ્રેરણાદાયી અનુભૂતિ આપે છે. રિલીઝ થયા પછી, ટ્રેલરને સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા મળી રહી છે. આ ફિલ્મમાં સરદાર સાહેબના જીવનની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
ગુજરાતની ભૂમિ પર બનાવેલ સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર છે અને તેનાથી પ્રેરિત થઈને, આ ફિલ્મનો ઉદ્દેશ્ય નવી પેઢીને તેમના વિચારો અને દેશભક્તિ સાથે જોડવાનો પણ છે. "મેન ઓફ સ્ટીલ: સરદાર" ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી દર્શકોમાં ઉત્સાહ ફેલાયો છે. આ ફિલ્મને ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક નવી દિશા તરીકે બિરદાવવામાં આવી રહી છે, જ્યાં ઇતિહાસ, પ્રેરણા અને લાગણીઓને આધુનિક સિનેમાની ભાષામાં રજૂ કરવામાં આવી છે.
આ ફિલ્મ આગામી ૩૧ ઑક્ટોબરે રીલીઝ થવાની છે અને પ્રેક્ષકોને રાષ્ટ્રપ્રેમ, સંકલ્પ અને એકતાની નવી અનુભૂતિ આપવાની આશા છે.


