Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૉલીવુડ સ્ટાર જૉન્સન આવતા વર્ષે યુએસનું ઇલેક્શન લડશે

હૉલીવુડ સ્ટાર જૉન્સન આવતા વર્ષે યુએસનું ઇલેક્શન લડશે

11 November, 2023 07:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉલીવુડ સ્ટાર ડ્વેન જૉન્સન આવતા વર્ષે અમેરિકાનુ ઇલેક્શન લડે એવી શક્યતા છે. રૅસલરમાંથી ઍક્ટર બનેલા ડ્વેનની ફૅન ફોલોઇંગ અસંખ્ય છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


હૉલીવુડ સ્ટાર ડ્વેન જૉન્સન આવતા વર્ષે અમેરિકાનુ ઇલેક્શન લડે એવી શક્યતા છે. રૅસલરમાંથી ઍક્ટર બનેલા ડ્વેનની ફૅન ફોલોઇંગ અસંખ્ય છે. હવે તે રાજકારણમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યો છે. એ વિશ તે અગાઉ પણ ચર્ચા કરી ચુક્યો છે. હવે ડ્વેને જણાવ્યું છે કે આવતા વર્ષે વાઇટ હાઉસના થનારા ઇલેક્શનને લઈને પૉલિટિકલ પાર્ટીઝે તેને અપ્રોચ કર્યો છે. ‘વ્હૉટ નાઉ’ નામના એક પૉડકાસ્ટમાં ડ્વેને કહ્યું હતું કે ‘૨૦૨૨ના અંતે કેટલીક પાર્ટીઝે મારી સાથે મુલાકાત કરી હતી અને મને તેમણે પૂછ્યું હતું કે શું હું ઇલેક્શન લડી શકો છો?’

તેની પૉપ્યુલારિટીને જોતા લોકોની પણ ઇચ્છા હતી કે તે ઇલેક્શન લડે. એ માટે લોકોના વિચાર જાણવામાં આવ્યા હતા અને લગભગ અમેરિકાની અડધી પબ્લિકે તેને સપોર્ટ કર્યો હતો. એ વિશે ડ્વેને કહ્યું હતું કે ‘એ ખરેખર ઇન્ટરેસ્ટિંગ સર્વે હતું અને એનાથી મને ખુશી પણ મળી હતી. હું સન્માનિત અનુભવતો હતો. આ મારા માટે મોટી બાબત હતી. મારો ઉદ્દેશ છે કે દેશમાં એકતા જળવાઈ રહે. જો લોકો પણ ચાહતા હોય કે હું ઇલેક્શન લડુ તો હું જરૂર લડીશ.’


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2023 07:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK