પ્રિયંકા ચોપડા જોનસના પતિ નિકનો ભાઈ જો જોનસ અને સૉફી ટર્નર તેમના લગ્નજીવનના એવા સ્ટેજ પર આવી ગયાં છે કે એને કોઈ પણ રીતે ન બચાવી શકાય એવું કહી તેમણે ડિવૉર્સ ફાઇલ કર્યા છે.
જો જોનસ અને સૉફી ટર્નર
પ્રિયંકા ચોપડા જોનસના પતિ નિકનો ભાઈ જો જોનસ અને સૉફી ટર્નર તેમના લગ્નજીવનના એવા સ્ટેજ પર આવી ગયાં છે કે એને કોઈ પણ રીતે ન બચાવી શકાય એવું કહી તેમણે ડિવૉર્સ ફાઇલ કર્યા છે. થોડા દિવસ પર એવા સમાચાર હતા કે જો જોનસ લૉસ ઍન્જલસમાં ડિવૉર્સ લૉયરને મળી રહ્યો છે અને તેઓ ડિવૉર્સ લઈ રહ્યાં છે. જોકે હવે આ વાત ફાઇનલ થઈ ગઈ છે. તેમના ડિવૉર્સ ડૉક્યુમેન્ટમાં મમ્મી અને પપ્પા બન્નેને બે બાળકોના પેરન્ટિંગ માટે સરખા હક આપવામાં આવે એમ લખવામાં આવ્યું છે. તેમના લગ્નજીવનમાં છ મહિનાથી પ્રૉબ્લેમ ચાલી રહ્યા હતા. આ લગ્નજીવનમાં બન્ને વચ્ચે ખૂબ જ અસમાનતા છે એવું કહેવામાં આવ્યું છે. તેમ જ જો અને સૉફીનો લાઇફ પ્રત્યેનો ઍટિટ્યુડ અને બન્નેની પસંદ પણ ખૂબ જ અલગ-અલગ છે. જોને ઘરમાં રહેવું વધુ પસંદ છે અને સૉફીને પાર્ટી કરવી અને લોકો સાથે ફરવું વધુ પસંદ છે. બન્ને દીકરીની જવાબદારી સૉફી કરતાં જો વધુ ઉપાડી રહ્યો હતો અને એથી પચાસ ટકા કસ્ટડી કરતાં જો વધુ કસ્ટડીની ડિમાન્ડ પણ કરી શકે છે, કારણ કે સૉફી કરતાં જો વધુ જવાબદારીપૂર્વક તેમનો ઉછેર કરી રહ્યો છે.

