Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઑસ્કર અવૉર્ડમાં ગાજ્યું આ ગતકડું

ઑસ્કર અવૉર્ડમાં ગાજ્યું આ ગતકડું

12 March, 2024 06:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાક લોકો એક લાંબી ચાદર લઈને દોડતા આવ્યા અને જૉન સીનાની આસપાસ વીંટાળી દીધી હતી.

જૉન સીના

જૉન સીના


રેસલર અને ઍક્ટર જૉન સીનાએ ઑસ્કર અવૉર્ડમાં કપડાં વગર પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા. તેને બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇનનો અવૉર્ડ પ્રેઝન્ટ કરવાનો હતો. જૉન સીનાનો આ લુક તો હંમેશાં યાદ રહેશે. તે આવી રીતે સ્ટેજ પર શું કામ આવ્યો એ કોઈને સમજમાં નહોતું આવતું. સ્ટેજ પર લોકોની ભાગદોડ મચી ગઈ હતી. કેટલાક લોકો એક લાંબી ચાદર લઈને દોડતા આવ્યા અને જૉન સીનાની આસપાસ વીંટાળી દીધી હતી. જોકે તે સાવ ન્યુડ નહોતો. તેણે લંગોટ પહેરેલી હતી. વાત એમ છે કે ઑસ્કરને હોસ્ટ કરતા જિમી કિમલે એક ઘટનાનું વર્ણન કર્યું હતું કે પચાસ વર્ષ પહેલાં એક જણ સેરેમનીમાં કપડાં વગર ઘૂસી આવ્યો હતો. એ જ વખતે જૉન સીના સ્ટેજના એક ખૂણામાં ઊભો હતો અને કપડાં વગર તે આગળ આવ્યો હતો અને એક એન્વલપથી પોતાને કવર કરવાની સાથે જ બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇનના અવૉર્ડની જાહેરાત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK