આ ઘટનાની જાણ થતાં બીડમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું અને બાળાસાહેબ શિંદેના કાર્યકરો અને પરિવારજનોને આંચકો લાગ્યો હતો.
બાળાસાહેબ શિંદે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગઈ કાલે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે બીડ બેઠકમાં અપક્ષ ચૂંટણી લડી રહેલા બાળાસાહેબ શિંદે નામના ઉમેદવારને મતદાનકેન્દ્રમાં જ હાર્ટ-અટૅક આવતાં તેમનું મૃત્યુ થયું હતું. બાળાસાહેબ શિંદે બીડ શહેરના છત્રપતિ શાહુ વિદ્યાલયમાં આવેલા મતદાનકેન્દ્રમાં હતા ત્યારે તેમને ચક્કર આવતાં પડી ગયા હતા. કાર્યકરો તેમને તરત જ બીડની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે તેમને દાખલ કરતાં પહેલાં જ મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં બીડમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું અને બાળાસાહેબ શિંદેના કાર્યકરો અને પરિવારજનોને આંચકો લાગ્યો હતો.