Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જો જોનસ સાથેના ડિવૉર્સ ફાઇલ કર્યા બાદ નવા બૉયફ્રેન્ડ સાથે જોવા મળી સોફી ટર્નર

જો જોનસ સાથેના ડિવૉર્સ ફાઇલ કર્યા બાદ નવા બૉયફ્રેન્ડ સાથે જોવા મળી સોફી ટર્નર

31 January, 2024 06:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે હવે જો જોનસથી મૂવ ઑન થઈ ગઈ છે. તેમણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડિવૉર્સ ફાઇલ કર્યા હતા

 સોફી ટર્નર

સોફી ટર્નર


પ્રિયંકા ચોપડા જોનસના દિયર જો જોનસ સાથે ડિવૉર્સ ફાઇલ કર્યા બાદ સોફી ટર્નર તેના નવા બૉયફ્રેન્ડ સાથે જોવા મળી છે. તે હવે જો જોનસથી મૂવ ઑન થઈ ગઈ છે. તેમણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડિવૉર્સ ફાઇલ કર્યા હતા. તેમનું ડિવૉર્સનું બૅટલ પબ્લિક થશે એવી પણ ચર્ચા ચાલી હતી. જોકે જો જોનસે મૉડલ સ્ટૉર્મી બ્રી સાથેની તેની રિલેશનશિપને જાહેર કરતાં હવે સોફીએ પણ તેની રિલશનશિપ જાહેર કરી છે. થોડા સમય પહેલાં તે બ્રિટિશ ઍરિસ્ટોક્રેટ પેરેગ્રિન પીઅરસન સાથે જોવા મળી હતી. પેરેગ્રિન પીઅરસનના પિતા માઇકલ પીઅરસનની લંડનના વેસેક્સમાં ૧૬૫૦૦ એકર્સની જમીન છે. પેરેગ્રિનની ગણતરી મેગા રિચ ફૅમિલીમાં થાય છે અને તેની ફૅમિલીનું ૨૮૪ મિલ્યન ડૉલરનું ફૅમિલી ફૉર્ચ્યુન છે. તેઓ થોડા સમય પહેલાં જ લંડનમાં કિસ કરતાં જોવા મળ્યાં હતાં. સોફીએ હાલમાં જ કેટલાક ફોટો શૅર કર્યા છે જેમાં તેઓ સ્કી ટ્રિપ કરતાં જોવા મળી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2024 06:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK