ફિલ્મમાં ટૉમ ક્રૂઝ સાથે ઑસ્કર વિજેતા રિઝ અહેમદ, જૉન ગુડમેન, ઑસ્કર નોમિની સેન્ડ્રા હ્યુલર, માઈકલ સ્ટુહલબર્ગ અને ઑસ્કર નોમિની જૅસી પ્લેમોન્સ છે. વધુમાં, રૉબર્ટ જૉન બર્ક, એમ્મા ડી`આર્સી, બર્ન ગોર્મન અને સોફી વાઇલ્ડ કલાકારોનો ભાગ છે.
ટૉમ ક્રૂઝની નવી ફિલ્મ `ડિગ`રનું પોસ્ટર
વૉર્નર બ્રધર્સ પિક્ચર્સ અને લિજેન્ડરી પિક્ચર્સે તેમની નવી ફિલ્મ `ડિગર` ની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નિર્દેશન ઑસ્કર વિજેતા ફિલ્મ નિર્માતા અલેજાન્ડ્રો જી. ઇનારિટુ દ્વારા કરવામાં આવ્યું છે. ટૉમ ક્રૂઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં, ટૉમ ક્રૂઝ ડિગર રોકવેલ નામના તેલ ઉદ્યોગપતિનું પાત્ર ભજવે છે. ફિલ્મની વાર્તા રોકવેલની કંપનીને લીધે ઊભી થયેલી એક વિશાળ પર્યાવરણીય આપત્તિની આસપાસ ફરે છે, એક એવી આપત્તિ જે દુનિયામાં પરમાણુ યુદ્ધ જેવી સંકટની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. ત્યારબાદ ડિગર રોકવેલ દુનિયાને બચાવવાનો પ્રયાસ કરે છે, અન્ય લોકોને ખાતરી આપવાનો પ્રયાસ કરે છે કે તે એકમાત્ર વ્યક્તિ છે જે આ સંકટ ટાળી શકે છે. ફિલ્મમાં ટૉમ ક્રૂઝ સાથે ઑસ્કર વિજેતા રિઝ અહેમદ, જૉન ગુડમેન, ઑસ્કર નોમિની સેન્ડ્રા હ્યુલર, માઈકલ સ્ટુહલબર્ગ અને ઑસ્કર નોમિની જૅસી પ્લેમોન્સ છે. વધુમાં, રૉબર્ટ જૉન બર્ક, એમ્મા ડી`આર્સી, બર્ન ગોર્મન અને સોફી વાઇલ્ડ કલાકારોનો ભાગ છે.
ફિલ્મની વાર્તા અને ટીમ
ADVERTISEMENT
વાર્તા અલેજાન્ડ્રો જી. ઇનારિટુ અને સબીના બર્મન દ્વારા લખવામાં આવી હતી. પટકથા અલેજાન્ડ્રો જી. ઇનારિટુ, એલેક્ઝાન્ડર ડીનેલારિસ, નિકોલસ ગિયાકોબોન અને સબીના બર્મન દ્વારા લખવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્માણ અલેજાન્ડ્રો જી. ઇનારિટુ, મેરી પેરેન્ટ, ટૉમ ક્રૂઝ અને માઈકલ શાર્પ દ્વારા કરવામાં આવ્યું છે. એક્ઝિક્યુટિવ નિર્માતાઓમાં જોશુઆ ગ્રોડ, સબીના બર્મન, એલેક્ઝાન્ડર ડીનેલારિસ, નિકોલસ ગિયાકોબોન, જેઝ બટરવર્થ અને ઇમેન્યુઅલ લુબેઝકીનો સમાવેશ થાય છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ઇમેન્યુઅલ લુબેઝકી દ્વારા કરવામાં આવી છે. કોનોર ઓ`નીલ અને સ્ટીફન મિરિઓને એડિટિંગનું કામ સંભાળ્યું છે. જેક્લીન વેસ્ટે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે, જ્યારે એલેસાન્ડ્રો બર્ટોલાઝીએ મેકઅપ અને હેર ડિઝાઇનનું કામ સંભાળ્યું છે. ટીમમાં ડેનિસ ગેસનર, રિચાર્ડ જોહ્ન્સન, કાઝુ હિરો અને સંગીતકાર કોસ્મો શેલ્ડ્રેકનો પણ સમાવેશ થાય છે. `ડિગર` સંપૂર્ણપણે વિસ્ટાવિઝન ફોર્મેટમાં શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મ 2 ઑક્ટોબર, 2026 ના રોજ ભારતીય સિનેમાઘરો અને IMAX માં રિલીઝ થવાની છે. વૉર્નર બ્રધર્સ પિક્ચર્સ ભારતમાં ફિલ્મની રિલીઝનું સંચાલન કરશે.
View this post on Instagram
64 વર્ષનો ટૉમ ક્રૂઝ ચોથાં લગ્ન કરશે સ્પેસમાં?
હૉલિવુડ-સ્ટાર ટૉમ ક્રૂઝ તેની ગર્લફ્રૅન્ડ આના દે અરમાસ સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હોવાના અહેવાલ હતા. ટૉમનાં આ ચોથાં લગ્ન છે. ટૉમ એને ખાસ બનાવવા ઇચ્છે છે અને એટલે જ તે સ્પેસમાં જઈને લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. જો આવું થશે તો સ્પેસમાં જઈને લગ્ન કરનાર તેઓ પ્રથમ કપલ હશે. જોકે ટૉમ આ સાથે અન્ડરવૉટર અથવા સ્કાય-ડાઇવિંગ વૅડિંગ પણ કરવા ઇચ્છે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટૉમ સ્પેસ-ટ્રાવેલને લઈને ખૂબ ઉત્સાહિત રહે છે. આના દે અરમાસ અમેરિકન સ્પૅનિશ ઍક્ટ્રેસ છે અને તેણે ૨૦૦૬માં ‘વર્જિન રોઝ’થી હૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
ટૉમ ક્રૂઝના ત્રણ વખત થયા છે ડિવૉર્સ
ટૉમ ક્રુઝે પહેલાં લગ્ન મિમી રૉજર્સ સાથે કર્યાં હતાં. તેમણે 1987 માં 9 મેએ લગ્ન કર્યાં હતાં અને 1990 માં 4 ફેબ્રુઆરીએ છૂટાછેડા થયા. આ લગ્નથી તેમને કોઈ બાળકો નહોતાં. ટૉમ ક્રૂઝે બીજાં લગ્ન નિકોલ કિડમૅન સાથે કર્યાં હતાં. તેમણે 1990 માં 24 ડિસેમ્બરે લગ્ન કર્યાં અને 2001 માં છૂટાછેડા થયા. તેમને બે દત્તક બાળકો દીકરી ઇસાબેલા જેન અને દીકરો કોનર ઍન્ટની છે. ટૉમ ક્રૂઝે 2006 માં 18 નવેમ્બરે કેટી હોમ્સ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમણે 2012 માં 9 જુલાઈએ ડિવૉર્સ લીધા હતાં. તેમને એક દીકરી સુરી છે.
