Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉજ્જૈનમાં બાબા મહાકાલનાં દર્શને પહોંચી તમન્ના ભાટિયા

ઉજ્જૈનમાં બાબા મહાકાલનાં દર્શને પહોંચી તમન્ના ભાટિયા

Published : 01 November, 2026 11:37 AM | Modified : 01 November, 2026 12:06 PM | IST | Ujjain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સવારે ૪ વાગ્યે મમ્મી-પરિવાર સાથે ભસ્મ આરતીમાં ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો.

તમન્નાએ મહાકાલનાં દર્શન કર્યાં

તમન્નાએ મહાકાલનાં દર્શન કર્યાં


તમન્ના ભાટિયાએ ગઈ કાલે સવારે ઉજ્જૈનમાં ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લઈને તેમનાં દર્શન કર્યાં હતાં. તમન્ના પોતાની મમ્મી અને પરિવાર સાથે સવારે લગભગ ૪ વાગ્યે મહાકાલેશ્વર મંદિરે પહોંચી હતી. તમન્ના પરંપરાગત સાડી પહેરીને નંદી હૉલમાં બેઠી હતી અને લગભગ બે કલાક સુધી ભસ્મ આરતીનાં દર્શન કર્યાં હતાં. તેણે પૂજા-અર્ચના કરીને ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા. આ આરતી પૂર્ણ થયા બાદ તેણે નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના વ્યક્ત કરી હતી.

તમન્નાની આ મુલાકાત પછી મહાકાલ મંદિર સમિતિ દ્વારા તમન્ના અને તેના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂજા-અર્ચના બાદ તમન્નાએ પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે ‘સવારે યોજાતી ભસ્મ આરતીમાં સામેલ થવાની તક મળવી મારા માટે અત્યંત આનંદની વાત છે. હું મારી મમ્મીને પણ ભગવાન મહાકાલના આશીર્વાદ અપાવવા માટે સાથે લાવી હતી અને તેની સાથે પૂજા-અર્ચના કરીને ખુશ છું.’


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 12:06 PM IST | Ujjain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK