Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગૌરવને મારું બાયસેક્સ્યુઅલ હોવું ખૂબ જ હૉટ લાગતું હતું

ગૌરવને મારું બાયસેક્સ્યુઅલ હોવું ખૂબ જ હૉટ લાગતું હતું

Published : 31 August, 2026 11:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આકાંક્ષા ચમોલાએ ખુલાસો કર્યો કે તેણે લગ્ન પહેલાં જ આ વાતની સ્પષ્ટતા કરી દીધી હતી

ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલા

ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલા


રિયલિટી શો ‘લૉક-અપ’ની બીજી સીઝનમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી આકાંક્ષા ચમોલા શોમાંથી બહાર આવ્યા બાદ પણ સતત ચર્ચામાં છે. હવે તેણે પોતાની બાયસેક્સ્યુઅલિટી અને પતિ ગૌરવ ખન્ના સાથેના સંબંધ વિશે વધુ ખુલાસો કર્યો છે. આકાંક્ષાએ જણાવ્યું કે ગૌરવ ખન્નાને તેનું બાયસેક્સ્યુઅલ હોવું ખૂબ હૉટ લાગતું હતું.
આકાંક્ષાએ ગૌરવ સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં મારી બાયસેક્સ્યુઅલિટી વિશે ગૌરવને લગ્ન પહેલાં જણાવ્યું હતું. ગૌરવે આ વાત સ્વીકારી હતી અને તેને આ વાત આકર્ષક પણ લાગતી હતી. ઘણા પુરુષોને બાયસેક્સ્યુઅલ મહિલાઓ આકર્ષક લાગે છે અને મને સમજાતું નથી કે લોકો આ વાતને સ્વીકારી કેમ નથી શકતા. લગ્ન પછી મેં મારા પતિ સાથે વફાદાર રહેવાનો નિર્ણય કર્યો હતો. એક સમય બાદ હું પોતાને એસેક્સ્યુઅલ (જાતીય સંબંધોમાં રસ ન ધરાવતી વ્યક્તિ) તરીકે ઓળખાવવા લાગી હતી. જો કોઈ મહિલા પહેલાં બાયસેક્સ્યુઅલ હોય, ત્યાર બાદ લગ્ન કરે અને પછી પોતાને એસેક્સ્યુઅલ તરીકે ઓળખાવે તો એમાં કઈ મોટી વાત છે? ઘણી મહિલાઓ જીવનના એક તબક્કા બાદ એસેક્સ્યુઅલ બની શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK