શોમાં બરખા બિશ્તને આ રોલ માટે સાઇન કરવામાં આવી હોવાની ચર્ચા
બરખા બિશ્ત
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝન ૨૯ જુલાઈથી દરરોજ રાતે ૧૦.૩૦ વાગ્યે સ્ટાર પ્લસ અને જિયોહૉટસ્ટાર પર પ્રસારિત થશે. આ સીઝનમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય ફરીથી તુલસી અને મિહિરના રોલમાં જોવા મળશે. જોકે હવે ચર્ચા છે કે આ શોમાં બરખા બિશ્તને પણ સાઇન કરવામાં આવી છે અને તે આ શોમાં મિહિરની પ્રેમિકા તરીકે જોવા મળશે. બરખાએ પણ સ્વીકાર્યું છે કે તે આ શો કરી રહી છે, પણ તેણે પોતાના પાત્ર વિશે કોઈ પણ સ્પષ્ટતા કરવાની ના પાડી દીધી છે.

