Bombay HC on Husband-Wife physical relationship: શુક્રવારે બૉમ્બે હાઈકોર્ટે છૂટાછેડાના એક કેસમાં કહ્યું - જો પત્ની તેના પતિના શારીરિક સંબંધનો ઇનકાર કરે છે અને પછી તેને બીજી સ્ત્રી સાથે અફેર હોવાની શંકા કરે છે, તો તે ક્રૂરતા માનવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
શુક્રવારે બૉમ્બે હાઈકોર્ટે છૂટાછેડાના એક કેસમાં કહ્યું - જો પત્ની તેના પતિના શારીરિક સંબંધનો ઇનકાર કરે છે અને પછી તેને બીજી સ્ત્રી સાથે અફેર હોવાની શંકા કરે છે, તો તે ક્રૂરતા માનવામાં આવશે. આવી પરિસ્થિતિ છૂટાછેડા માટે માન્ય આધાર છે.
વાસ્તવમાં, આ દંપતીએ 2013 માં લગ્ન કર્યા હતા. બંને બીજા જ વર્ષ, ડિસેમ્બર 2014 થી અલગ રહેતા હતા. 2015 માં, પતિએ ક્રૂરતાના આધારે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પત્નીએ ફેમિલી કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને પતિ પાસેથી દર મહિને 1 લાખ રૂપિયા ભરણપોષણની પણ માગણી કરી હતી.
પત્નીએ કહ્યું- હું મારા પતિને પ્રેમ કરું છું, પતિએ કહ્યું- મેં તેના પર બેવફાઈનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે- તેના સાસરિયાઓએ તેને ત્રાસ આપ્યો હતો, પરંતુ તે હજી પણ તેના પતિને પ્રેમ કરે છે અને છૂટાછેડા માગતી નથી.
પતિએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે પત્નીએ શારીરિક સંબંધોનો ઇનકાર કર્યો હતો અને તેના પર બેવફાઈનો આરોપ લગાવ્યો હતો. તેણે પરિવાર, મિત્રો અને કર્મચારીઓની સામે તેને શરમજનક પણ ઠેરવ્યો હતો. પતિએ એમ પણ કહ્યું હતું કે પત્ની તેને છોડીને પોતાના પિયર ગઈ છે.
કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું- હવે આ લગ્નમાં સમાધાનની કોઈ શક્યતા નથી. છૂટાછેડા માટે પતિના કારણો કાયદેસર રીતે માન્ય છે. તેથી, પત્નીની અરજી ફગાવી દેવામાં આવે છે.
૧૪ એપ્રિલના રોજ આપેલા નિર્ણયમાં, બૉમ્બે હાઈકોર્ટે ૨૨ વર્ષીય યુવકને જામીન આપ્યા હતા જે સગીર પર બળાત્કાર (પોસ્કો) ના આરોપમાં ૩ વર્ષથી જેલમાં હતો. જસ્ટિસ મિલિંદ જાધવની બેન્ચે કહ્યું કે ૧૫ વર્ષની સગીર છોકરી જાણતી હતી કે તે શું કરી રહી છે અને તે તેના પરિણામો પણ જાણતી હતી.
બેન્ચે પોતાના આદેશમાં કહ્યું- છોકરીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને શારીરિક સંબંધ સંમતિથી હતો. છોકરી પોતાની મરજીથી પોતાનું ઘર છોડીને તે યુવક સાથે ગઈ હતી.
તાજેતરમાં, અમેરિકન સિટિઝનશિપ ધરાવતા બાળકને દત્તક લેવા બાબતે બૉમ્બે હાઈ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોઈ પણ ભારતીય નાગરિકને અમેરિકન સિટિઝનશિપ ધરાવતા બાળકને દત્તક લેવાનો મૂળભૂત અધિકાર નથી. જો બાળકને કાળજી અને સુરક્ષાની જરૂર હોય અથવા કાયદાકીય વિખવાદ હોય એવા કેસ સિવાય સંબંધીઓ હોવા છતાં પણ આ અધિકાર મળતો નથી એમ જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને નીલા ગોખલેની ખંડપીઠે જણાવ્યું હતું. જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ અને દત્તક લેવાના ભારતીય કાયદા મુજબ વિદેશી નાગરિકત્વ ધરાવતા બાળકને દત્તક લેવાનો અધિકાર ભારતીય નાગરિકને ત્યારે જ મળે છે જ્યારે બાળકને કાળજી અને સુરક્ષાની જરૂર હોય અથવા કાયદાકીય વિખવાદ હોય. આ બન્ને પરિસ્થિતિ સિવાય કોઈ સંબંધીને પણ વિદેશી નાગરિકત્વ ધરાવતા બાળકને દત્તક લેવાનો અધિકાર મળતો નથી.

