° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


Bigg Boss 15: અફસાનાને સલમાનની ફટકાર, ઇંટીમસી થકી ઇશાન-માઇશાનો લીધો ક્લાસ

17 October, 2021 07:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bigg Boss 15: આ વખતે સલમાન ખાનના નિશાને અફસાન ખાન રહી. અફસાનાનો દુર્વ્યવહાર અને ઘરવાળા સાથેના ખરાબ વર્તનને લઈને સલમાન ખાને તેને ઘણી ખરી ખોટી સંભળાવી. જાણો આ વખતે વીકેન્ડ કા વાર એપિસોડમાં શું હતું ખાસ...

સલમાન ખાન (બિગ બૉસ 15)

સલમાન ખાન (બિગ બૉસ 15)

બિગ બૉસ (Bigg Boss 15)15ના બીજો વીકેન્ડ કા વાર ગયા વખતની જેમ જ ધમાકેદાર રહ્યો. સલમાન ખાને દરેક કૉન્ટેસ્ટન્ટના વર્તનનો અરીસો તેમને બતાવ્યો છે. આ વખતે સલમાન ખાનના નિશાને અફસાના ખાન રહી. અફસાનાના દુર્વ્યવહાર અને ઘરવાળા સાથેના ખરાબ વર્તનને લઈને સલમાન ખાને તેને ઘણી ખરી ખોટી સંભળાવી છે. જાણો આ વખતે વીકેન્ડ કા વાર એપિસોડમાં શું હતું ખાસ...

ઉમર-ઇશાન અને કરણ કુન્દ્રાને સલમાનની સલાહ
તાજેતરના એપિસોડ્સમાં કેટલાક કોન્ટેસ્ટન્ટ્સ ટાસ્ક દરમિયાન ખૂબ જ અગ્રેસિવ મોડમાં જોવા મળ્યા. કોન્ટેસ્ટન્ટના અગ્રેશનને કારણે અનેક ઘરવાળા ઇજાગ્રસ્ત પણ થયા. આને જોતાં વીકેન્ડ કા વારમાં સલમાન ખાને ઉમર, ઇશાન અને કરણ કુન્દ્રાને એગ્રેશન ઘટાડવાની સલાહ આપી. સલમાન ખાને ખાસકરીને ઉમર રિયાઝને સમજાવ્યું કે ગેમ માટે ઓવર-દ-ટૉપ એગ્રેશન ન બતાવવું.

કેમેરા પર માઇશા-ઇશાનની નિકટતાને સલમાન ખાને કરી પૉઇન્ટ આઉટ
છેલ્લા કેટલાક એપિસોડમાં માઇશા અને ઇશાન કેમેરાની સામે એક બીજા સાથે ઇન્ટિમેટ થતા જોવા મળ્યા હતા. બન્નેએ કેમેરા સામે એકબીજાને કિસ પણ કરી હતી. આ વાતને લઈને માઇશા અને ઇશાનને એ કહેતા સાંભળી શકાય છે કે બન્ને આ વાતનું ધ્યાન રાખવું કે શું કરી રહ્યા છો અને ટીવી પર તે કેવું દેખાતું હશે. સલમાને તેમને એ પણ સમજાવ્યું કે જો તે સાથે નહીં રહી શક્યા તો ભવિષ્યમાં તો આની અસર તેમની લાઇફ પર શું અસર પડી શકે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

ઓપન એરિયામાં સ્મોક કરવા પર માઇશા મળી વઢ
માઇશા અય્યર અનેક વાર બાથરૂમ એરિયામાં સ્મોક કરતી જોવા મળે છે, જ્યારે આ બિગ બૉસના નિયમોની વિરુદ્ધ છે. સ્મોકિંગ માટે અલગથી રૂમ બનાવ્યો છે, પણ માઇશા ઓપન એરિયામાં જ ઘણીવાર સ્મોક કરે છે. આ વાતને લઈને સલમાને માઇશાને ખરી-ખોટી સંભળાવી છે. આ સિવાય ડોનલને ગાળ દેવા પર પણ સલમાને માઇશાને ફટકાર લગાડી, જેના પછી અભિનેત્રી ઇમોશનલ થતી જોવા મળી.

અફસાના- શમિતા વચ્ચે લડાઇ
સલમાન ખાને ઑડિયન્સને ઘરની કેટલીક ક્લિપ પણ બતાવી છે, જેમાં અફસાના ખાન અને શમિતા શેટ્ટી એક બીજા સાથે લડતી જોવા મળી. અફસાના શમિતા સામે ખરાબ રીતે ઝગડતી જોવા મળી. શમિતા સાથે લડાઇ બાદ અફસાનાએ પોતાનો કન્ટ્રોલ ગુમાવ્યો અને તેણે પોતાને મારવાનું શરૂ કરી દીધું. ઘરવાળા માટે અફસાનાને સંભાળવાનું મુશ્કેલ થતું દેખાયું.

17 October, 2021 07:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ ૧૫’ના હાઉસમાં શમિતાએ કદી પણ મને સપોર્ટ નથી કર્યો : વિશાલ કોટિયન

તાજેતરમાં જ વિશાલ, જય ભાનુશાલી અને નેહા ભસીનનું એવિક્શન થયું છે

29 November, 2021 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘મરને કે લિએ થોડા, ઔર ‘બિગ બૉસ’ કે ઘર મેં જીને કે લિએ બહોત ઝહર પીના પડતા હૈ’

‘બિગ બૉસ’ના ઘરમાંથી ઇવિક્ટેડ થયા બાદ આવું કહ્યું જય ભાનુશાલીએ

28 November, 2021 10:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કપિલ શર્મા શોના ગાર્ડ્સે સ્મૃતિ ઈરાનીને ન આપ્યો પ્રવેશ

ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી ગેરસમજ સ્મૃતિ ઈરાનીના ડ્રાઈવર અને કપિલ શર્મા શોના ગેટકીપર વચ્ચે થઈ હતી.

24 November, 2021 08:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK