Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 નંબર વન અને ટૉપ ફાઇવમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની એન્ટ્રી

ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 નંબર વન અને ટૉપ ફાઇવમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની એન્ટ્રી

Published : 22 March, 2026 10:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૉપ ફાઇવમાં પાંચમું સ્થાન ‘વસુધા’એ મેળવ્યું છે.

સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની


ટીવી-ઇન્ડસ્ટ્રીના લેટેસ્ટ અઠવાડિક ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)માં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ પ્રમાણે મોટા ભાગનાં ટૉપ સ્થાનોમાં ખાસ બદલાવ નથી થયો, પરંતુ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ આ અઠવાડિયાની સૌથી મોટી સરપ્રાઇઝ આપી છે. દર્શકોની સંખ્યામાં ભારે વધારો થતાં આ લોકપ્રિય શોનો ટૉપ ફાઇવમાં સમાવેશ થઈ ગયો છે. ટૉપ સ્થાનની વાત કરીએ તો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ સતત પ્રથમ સ્થાન પર રહી છે, જ્યારે ‘અનુપમા’એ પોતાની મજબૂત પકડ જાળવી રાખતાં બીજું સ્થાન મેળવ્યું છે. ત્રીજા ક્રમે ‘તુમ સે તુમ તક’ રહી છે. આ અઠવાડિયાનો સૌથી મોટો ગેમ-ચેન્જર શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ રહ્યો છે. એ ચોથા ક્રમે પહોંચીને ટૉપ ફાઇવમાં સામેલ થયો છે. TRPમાં આવેલા આ અચાનક ઉછાળા પરથી સ્પષ્ટ થાય છે કે એની હાલની સ્ટોરીલાઇન દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ટૉપ ફાઇવમાં પાંચમું સ્થાન ‘વસુધા’એ મેળવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK