પોતાના ભાષણમાં તેણે સાદગીભર્યું જીવન જીવવાની વાત કરી અને માનવતાનો સંદેશ આપ્યો. મોહિનાનો આ વિડિયો જોઈને ફૅન્સને લાગે છે કે તે હવે આધ્યાત્મિક ગુરુ બની ગઈ છે.
Mohena Kumari Singh
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં કીર્તિનો રોલ કરીને લોકપ્રિયતા મેળવનાર ભૂતપૂર્વ ટીવી-ઍક્ટ્રેસ મોહિના કુમારી સિંહ રિયલ લાઇફમાં મધ્ય પ્રદેશના રીવાના રાજવી પરિવારની દીકરી છે. તેણે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ઉપરાંત ‘નયા અકબર બીરબલ’, ‘સિલસિલા પ્યાર કા’, ‘પ્યાર તૂને ક્યા કિયા’ અને ‘કુબૂલ હૈ’ જેવા શોમાં પણ કામ કર્યું છે. જોકે રાજકુમાર સુયશ રાવત સાથે લગ્ન કર્યા બાદ તેણે ગ્લૅમરની દુનિયા છોડીને પરિવાર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. જોકે હવે મોહિના કુમારી આધ્યાત્મિક પ્રવચન આપતી હોવાનો એક વિડિયો ચર્ચામાં છે. આ વિડિયોમાં મોહિના ભીડને સંબોધિત કરતી અને માનવતાનો ઉપદેશ આપતી જોવા મળી રહી છે. પોતાના ભાષણમાં તેણે સાદગીભર્યું જીવન જીવવાની વાત કરી અને માનવતાનો સંદેશ આપ્યો. મોહિનાનો આ વિડિયો જોઈને ફૅન્સને લાગે છે કે તે હવે આધ્યાત્મિક ગુરુ બની ગઈ છે.


