૧૪૦૦ માટીનાં માટલાં બનાવડાવ્યાં હતાં અને એની હિન્દીમાં સૃજન ઔર સહયોગ લખેલું વંચાય એ રીતે ગોઠવણી કરાવી હતી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મેવાડના રાજપરિવારના સભ્ય ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાડ દિવંગત પિતા મહારાણા અરવિંદ સિંહ મેવાડને શ્રદ્ધાંજલિ આપવા માટે કલા, સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ કરતાં કાર્યો કરે છે. તાજેતરમાં તેમણે ૧૪૦૦ માટીનાં માટલાં બનાવડાવ્યાં હતાં અને એની હિન્દીમાં સૃજન ઔર સહયોગ લખેલું વંચાય એ રીતે ગોઠવણી કરાવી હતી. આ માટલાં પછીથી જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી દેવાયાં હતાં. ડૉ. લક્ષ્યરાજ સિંહ છેલ્લાં ૮ વર્ષથી સમાજસેવા અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે ૧૦ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવી ચૂક્યા છે. તેમણે આ પહેલાં ૩.૨૯ લાખ નવાં વસ્ત્રોનું દાન, ૨૦ ટન સ્ટેશનરીનું વિતરણ, ૨૦ સેકન્ડમાં ૪૦૦૦ વૃક્ષારોપણ, એક કલાકમાં ૨૮,૦૦૦ સ્વેટરનું વિતરણ, એક કલાકમાં ૨૧,૦૫૮ બીજની વાવણી, સોલર લૅમ્પથી સૂર્યની આકૃતિ બનાવવાં જેવાં કામો કરીને એમાં રેકૉર્ડ બનાવ્યા છે.


