૧૨ કરોડ રૂપિયાના ખર્ચે પાંચ વર્ષ માટે લેવાયેલી કાર શપથવિધિ પહેલાં ઉપલબ્ધ થઈ જશે
બીએમસી હેડક્વૉર્ટર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પાંચ વર્ષ માટે ૪૮ કાર લીઝ પર ખરીદશે. એમાંથી ૧૪ કાર નવા બનનારા મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ સમિતિઓના અધ્યક્ષો માટે હશે. આ ૪૮ કાર ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે લીઝ પર લેવામાં આવશે. એક કારનું એક મહિનાનું ભાડું સરેરાશ ૪૨,૦૦૦ રૂપિયા રહેશે.
મેયર અને ડેપ્યુટી મેયરને હાઇબ્રિડ ઇનોવા કાર મળશે; જ્યારે વિવિધ સમિતિઓના અધ્યક્ષો, ગૃહના નેતા, વિરોધ પક્ષના નેતા અને BMCના અધિકારીઓને સ્કૉર્પિયો મળશે. મેયર અને અન્ય અધ્યક્ષો શપથ લે એ પહેલાં નવી કાર તેમના માટે તૈયાર રહેશે એમ એક અધિકારી જણાવ્યું હતું.
ADVERTISEMENT
અગાઉના મેયર અને વિવિધ સ્થાયી સમિતિઓના અધ્યક્ષો દ્વારા ઉપયોગમાં લેવાતાં વાહનો ૨૦૧૭માં ખરીદવામાં આવ્યાં હતાં અને એને BMCના અન્ય અધિકારીઓને ઉપયોગ માટે આપવામાં આવ્યાં હોવાથી નવાં વાહનો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માટેના નવા લીઝ રેવન્યુ મૉડલ મુજબ BMC ફક્ત ડ્રાઇવરો અને ફ્યુઅલ પર ખર્ચ કરશે, જ્યારે કાર ભાડે આપતી એજન્સી એના મેઇન્ટેનન્સનું ધ્યાન રાખશે. પાંચ વર્ષ પછી વાહનો એજન્સીને પાછાં સોંપવામાં આવશે.


