° °

આજનું ઇ-પેપર
Monday, 27 September, 2021


ટપ્પુ સાથે અફેરના સમાચારને લઈ મીડિયા પર ભડકી મુનમુન દત્તા, કહ્યું કે...

12 September, 2021 07:54 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

તારક મહેતામાં બબિતાનું પાત્ર ભજવતી મુનમુન દત્તા તેના ટપ્પુ સાથે અફેરના સમાચારને લઈ મીડિયા પર ગુસ્સે થઈ છે.

મુનમુન દત્તા

મુનમુન દત્તા

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં બબિતાની ભુમિકા ભજવતાં મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર બે પોસ્ટ કરી છે. જેમાં તેમણે મીડિયા અને સામાન્ય નાગરિકોની માનસિકતા માટે નિંદા કરી છે.મુનમુન દત્તાએ પ્રથમ પોસ્ટમાં મીડિયા અને તેમની પત્રકારત્વ પર સવાલ ઉઠાવ્યા છે.

મુનમુન દત્તાએ લખ્યું છે કે, `તમને કોણે કાલ્પનિક સમાચારો પ્રકાશિત કરવાનો અધિકાર આપ્યો છે. તમે લોકો તેમની પરવાનગી વગર કોઈના વિશે સમાચાર કેવી રીતે લખી શકો છો. તમે જે માનસિક વ્યથા પેદા કરો છો તેના માટે કોણ જવાબદાર છે. કોઈની છેલ્લી મુસાફરી પર ટીઆરપી માટે, કોઈના પુત્ર અથવા કોઈના પ્રેમની ખોટ, દુઃખી સ્ત્રીના ચહેરા પર કેમેરા લગાવવાનું બંધ કરશો નહીં તમે તમારા સમાચારને સનસનાટીભર્યા બનાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકો છો પરંતુ શું તમે તેમના જીવનમાં આવેલી મુશ્કેલીઓની જવાબદારી લેશો?  નહીં, તો પછી તમારે લોકોને તમારી જાત પર શરમ આવવી જોઈએ.`

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ?????? ????? ??‍♀️? (@mmoonstar)

અન્ય એક પોસ્ટમાં મુનમુને લખ્યું કે, `આ સામાન્ય નાગરિકો માટે છે. મને તમારી પાસેથી ઘણી ઉંચી અપેક્ષાઓ છે, પરંતુ તમે મારા કોમેન્ટ સેક્શનમાં જે પ્રકારની ગંધ લોકોને આપી છે તે ખૂબ જ ખોટી છે. શિક્ષિત લોકો પણ આવું કૃત્ય કરી રહ્યાં છે.  ઉંમર અને અન્ય બાબતોને કારણે મહિલાઓ હંમેશા અપમાનિત થાય છે. તમારા લોકોની મજાક કોઈ બીજાને માનસિક રીતે ખલેલ પહોંચાડે છે. હું 13 વર્ષથી તમારા લોકોનું મનોરંજન કરું છું પણ તમે 13 મિનિટ પણ નથી લીધી, મારી છબી ખરાબ કરવા માટે. આગલી વખતે જો કોઈ માનસિક પીડાથી પોતાની જીવન લીલા સમાપ્ત કરી લે તો તમે લોકો વિચારજો કે ક્યાંક તમારા શબ્દને કારણે તો આવું નથી બન્યુ ને? આજે હું મારી જાતને ભારતની પુત્રી કહેતા શરમ અનુભવું છું.`

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ?????? ????? ??‍♀️? (@mmoonstar)

તાજેતારમાં મીડિયામાં મુનમુન દત્તા વિશે સમાચાર  વહેતાં થયા છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપ્પુ ઉર્ફે રાજ અનાદકત સાથે તેમનું અફેર ચાલી રહ્યું છે. જોકે બંનેએ આ વાતની હજુ સુધી પુષ્ટિ કરી નથી.પરંતુ ટ્રોલિંગનો ભોગ બન્યા છે.

12 September, 2021 07:54 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

સ્ટ્રેસ-ફ્રી લાઇફનો મંત્ર શું છે રેહના પંડિતનો?

મહામારીને કારણે લાગેલા લૉકડાઉન દરમ્યાન લોકોને મનોરંજન પૂરું પાડવા માટે કલાકારો કોઈ ને કોઈ પ્રકારે કાર્ય કરતા હતા. મહામારી અને લૉકડાઉને લોકોના જીવનમાં ઊથલપાથલ મચાવી દીધી છે

26 September, 2021 12:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ 15’માં શમિતા શેટ્ટી, ડોનલ બિશ્ત અને અસીમ રિયાઝ કન્ફર્મ

પ્રતીક સહજપાલ પણ આ શોમાં જોવા મળશે

25 September, 2021 02:26 IST | mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

TKSS: કપિલ શર્મા શોના નિર્માતાઓ અને સોની ટીવીના ડિરેક્ટર વિરુદ્ધ નોંધાઈ FIR

ધાક્કડના જણાવ્યા અનુસાર, શોના એન્કર કપિલ શર્મા અને સોની ટીવી ડિરેક્ટર એમપી સિંહ વિરુદ્ધ IT એક્ટ અને એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

24 September, 2021 06:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK