આ વિડિયોમાં દીપિકાએ પીળા રંગની સાદી કુરતીમાં ગ્રેસફુલ ડાન્સ-મૂવ્સ અને શાનદાર અભિવ્યક્તિઓ સાથે કરેલો ડાન્સ ફૅન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
દીપિકા ચિખલિયા
રામાનંદ સાગરની ૧૯૮૭માં આવેલી ટીવી-સિરિયલ ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે લોકપ્રિય બનેલી દીપિકા ચિખલિયાએ સોમવારે સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક ડાન્સ-વિડિયો શૅર કર્યો છે, જેમાં તે ૧૯૬૬ની ફિલ્મ ‘મેરા સાયા’ના સુપરહિટ ગીત ‘ઝુમકા ગિરા રે’ પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વિડિયોમાં દીપિકાએ પીળા રંગની સાદી કુરતીમાં ગ્રેસફુલ ડાન્સ-મૂવ્સ અને શાનદાર અભિવ્યક્તિઓ સાથે કરેલો ડાન્સ ફૅન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. દીપિકાનો આ ડાન્સ વાઇરલ થઈ ગયો છે.

